મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યમાં ડિઝીટલ ઇનોવેશનને વેગ આપવા જાહેર કરવામાં આવેલી ગુજરાત IT/ITes પોલિસી ર૦રર-ર૭ને વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના ડિઝીટલ ઇન્ડીયા મિશન અને આત્મનિર્ભર ભારતના વિઝનને સાકાર કરવામાં ગુજરાતની આ પોલિસી ઉપયુકત બની છે.
આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતીમાં રૂ. ૧૦૦૦ કરોડથી વધુના રોકાણ સાથે રાજ્યનું પ્રથમ સબમરીન કેબલ લેન્ડીંગ સ્ટેશન તથા ડેટા સેન્ટર નિર્માણ માટેના MoU ગુજરાત સરકાર અને લાઇટ સ્ટોર્મ વચ્ચે સંપન્ન થયા છે.
ગુજરાત સરકારના સાયન્સ ટેક્નોલોજી વિભાગના સચિવ શ્રી વિજય નહેરા અને લાઇટ સ્ટોર્મના CEO શ્રી અમાજીત ગુપ્તા એ આ MoU પર હસ્તાક્ષર કર્યા હતા.
આ MoU ના પરિણામે આગામી પ વર્ષમાં ગુજરાતની IT Policy (2022-27) હેઠળ ર૦૦૦ કરતાં વધુ રોજગારીનું સર્જન થશે.
ગુજરાતીમાં વધુ વાંચો: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં જાહેર થયેલી IT-ITes પોલિસી-ર૦રર-ર૭
0 comments:
Post a Comment