Wednesday, 3 July 2019

Gujarat Ministers Dedicated Developmental Projects worth Rs.75-Crore

Dedicated Developmental Projects worth Rs.75-Crore

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ અમદાવાદ મહાનગરમાં ૫૮ કરોડના ખર્ચે નિર્મિત ઈન્ક્મટેક્ષ સર્કલ ફ્લાય ઓવર બ્રિજ સહિત રૂા.૭૫ કરોડના વિવિધ વિકાસ કામોના કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઇ શાહની પ્રેરક ઉપસ્થિતિમાં લોકાર્પણ કર્યા હતા.

મુખ્યમંત્રીશ્રીએ અમદાવાદ વર્લ્ડ હેરિટેજ સિટી હોવા સાથે સ્માર્ટ સિટીમાં પણ મોખરે છે એટલું જ નહિ સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટના વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં પોતાની આગવી  ક્ષમતાથી વધુને વધુ વિકાસપંથે અગ્રેસર બન્યું છે  તે માટે શહેરી સત્તાતંત્ર મહાપાલિકાને અભિનંદન પાઠવ્યા હતા.

શ્રી વિજયભાઇ રૂપાણીએ સ્પષ્ટપણે કહ્યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના દ્દષ્ટિવંત નેતૃત્વમાં ૨૦૦૧થી ગુજરાતે અવિરત વિકાસની હરણફાળ  ભરી છે. હવે સમયાનુકૂળ સુવિધાસભર નગરો-ગામોના નિર્માણથી આપણે સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટનું નવું મોડેલ આપવું છે એવો નિર્ધાર તેમણે વ્યક્ત કર્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ  આ સંદર્ભમાં ફોક્સડ ડેવલપમેન્ટ તહેત જળસિંચય, નલ સે જલ, ગ્રીન ક્લીન એનર્જી, પર્યાવરણના સંતુલન સાથે વિકાસ, કૃષિ-રોજગારલક્ષી વિકાસની વિભાવના સમજાવી હતી.

0 comments:

Post a Comment