Thursday, 5 August 2021

CM launches Farmer-Friendly programs


મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ કચ્છ-ભુજમાં કિસાન સન્માન દિવસ ના રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં ગુજરાતના કૃષિકારો નું સન્માન કરતા સ્પષ્ટ જણાવ્યું કે અમારી સરકારે ખેડૂતોના કલ્યાણ માટે રાત-દિવસ કામ કર્યું છે.

૨૫ વર્ષ પહેલા અગાઉની સરકારોએ ખેડૂતને અધોગતિ તરફ ધકેલી દીધો હતો. ખેડૂતનું કલ્યાણ અને હિત થાય અને ખેડૂતો સમૃદ્ધ બને તે માટે રાજ્ય સરકારે અથાગ પરિશ્રમ કર્યો છે તેમ જણાવીને ખેડૂતના નામે માત્ર વાતો કરનારા ખેડૂત વિરોધીઓ ને સ્પષ્ટ જણાવ્યું હતું કે તેઓ કાન ખોલીને સાંભળી લે કે જગતનો તાત અન્નદાતા સુખી અને સમૃદ્ધ થાય તે માટે અમે કટિબદ્ધ છીએ.

ગુજરાતીમાં વધુ વાંચો: કિસાન સન્માન દિવસ નિમિત્તે કૃષિ કલ્યાણની રાજ્યવ્યાપી સેવાઓનો પ્રારંભ

ગુજરાતીમાં વધુ વાંચો: કિસાન સન્માન દિવસ નિમિત્તે કૃષિ કલ્યાણનો પ્રારંભ

0 comments:

Post a Comment