મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યની દશે દિશાઓમાં સ્વાસ્થ્ય-આરોગ્ય સેવાઓનો વ્યાપ વિસ્તારી ગુજરાતને મેડિકલ ટૂરિઝમનું હબ બનાવવાની નેમ વ્યક્ત કરી છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, રાજ્યમાં નવી મેડિકલ પોલિસી જાહેર કરીને તાલુકાથી શહેરી ક્ષેત્ર સુધી મલ્ટિસ્પેશ્યાલિટી આરોગ્ય સેવાઓનું ફલક વિસ્તારવાનો અભિગમ છે.
અમદાવાદના બોપલમાં સરસ્વતિ મલ્ટીસ્પેશીયાલીટી હોસ્પિટલનું ઉદઘાટન કરતાં તેમણે કહ્યું કે, વસતીના માપદંડ પ્રમાણે રાજ્યમાં ડૉક્ટરોની સંખ્યા વધારી દુનિયાના સ્વાસ્થ્યના માપદંડ પ્રમાણે સ્પર્ધા કરવી છે.
તેમણે કહ્યું કે, રાજ્યમાં નવી આરોગ્ય નીતિને પગલે રાજ્યમાં મેડિકલની ૯૦૦ બેઠકો હતી તે વધીને 5500 જેટલી થઈ છે. છ નવી હોસ્પિટલોનું નિર્માણ કર્યું છે.
વધુ વાંચો ગુજરાતીમાં: બોપલ ખાતે સરસ્વતિ મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલનું ઉદઘાટન કરતા મુખ્યમંત્રીશ્રી
0 comments:
Post a Comment