મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર ખેડૂતો, ગામડાં, પીડિતો અને શોષિતો માટેની છે. તેમના કલ્યાણ માટે જે કંઇ કરવાનુ થશે તે માટે સરકાર કટીબદ્ધ છે.
એક નયા ભારતનુ નિર્માણ કરીએ જેમાં કોઇ બેકાર ન હોય, ગરીબ ન હોય, ભ્રષ્ટાચાર ન હોય. આપણો ખેડૂત સમૃદ્ધિ પ્રાપ્ત કરે તે દિશામા આગળ વધીએ તેવું આહવાન પણ મુખ્યમંત્રીશ્રીએ કર્યું હતું.
ચાલુ વર્ષે સમગ્ર ગુજરાતમાં પુરતા પ્રમાણમાં વરસાદ પડ્યો છે તેનો લાભ લઇને આપણી ખેતીને સમૃદ્ધ બનાવવા મુખ્યમંત્રીએ ખેડૂતોને પ્રતિબદ્ધ બનવા અપીલ કરી હતી.
જુનાગઢ જિલ્લાના વિસાવદર ખાતે કેશુભાઇ માર્કેટીંગ યાર્ડમાં ધી ગુજરાત રાજ્ય સહકારી બેંક લી., જુનાગઢ જિલ્લા સહકારી બેંક લી. અને ખેતીવાડી ઉત્પન્ન બજાર સમીતીના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ મહાખેડૂત શિબિરમાં અધ્યક્ષ સ્થાનેથી મુખ્યમંત્રી સંબોધન કરી રહ્યા હતા.
વધુ વાંચો ગુજરાતીમાં: વિસાવદરમાં કૃષિ મહાશિબિરમાં મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિ
0 comments:
Post a Comment