Tuesday, 20 August 2019

GUJ CM distributed cheques of Rs. 2,000-cr to Urban Authorities for developmental works

Urban Authorities for developmental works

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આ ચોમાસાની ઋતુ પૂર્ણ થતાં જ આગામી દિવાળી પહેલાં રાજ્યના નગરો-મહાનગરો સહિતના માર્ગો-રસ્તા મરામતના કામ પૂર્ણ કરવા અત્યારથી જ માસ્ટર પ્લાન આયોજન તૈયાર કરી દેવા આહવાન કર્યુ છે.

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, નગરો-મહાનગરોના સત્તાતંત્રો કામોની પ્રાયોરિટી નક્કી કરે. રાજ્ય સરકાર સ્થાનિક વિકાસકામો માટે નાણાંની કોઇ કચાશ રહેવા દેશે નહિ.

મુખ્યમંત્રીશ્રી રાજ્યની ૧૬ર નગરપાલિકાઓ, ૮ મહાપાલિકાઓ અને બે શહેરી વિકાસ સત્તામંડળોને સર્વાંગી વિકાસકામો માટે રૂ. બે હજાર કરોડની રકમના ચેક અર્પણ સમારોહના અધ્યક્ષસ્થાનેથી સંબોધન કરી રહ્યા હતા.


0 comments:

Post a Comment