મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગરીબોના સશક્તિકરણ માટેના ગરીબ કલ્યાણ મેળાની ૧૩મી કડીનો આદિજાતિ વિસ્તાર ગોધરાથી રાજ્યવ્યાપી પ્રારંભ કરાવતાં સ્પષ્ટપણે કહ્યું કે, ગરીબો, વંચિતોને સરકારી યોજનાઓના લાભ હાથોહાથ પહોંચાડી તેમને આત્મનિર્ભર બનાવવા સરકાર તેમની પડખે ઊભી છે.
મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ પ્રધાનમંત્રીનો પદભાર સંભાળતાં જ તેમના પ્રથમ પ્રવચનમાં કહ્યું હતું કે સરકાર ગરીબ, વંચિત, પીડિત, શોષિત, અંત્યોદય ઉત્થાનને અગ્રતા આપશે. આ વાતને ગરીબ કલ્યાણ મેળાએ સુપેરે ચરિતાર્થ કરી છે.
મુખ્યમંત્રીશ્રીએ આદિજાતિ જિલ્લા પંચમહાલ-ગોધરાથી આ ગરીબ કલ્યાણ મેળાનો પ્રારંભ કરાવતાં એકજ દિવસમાં ૩પ,પ૮૩ ઉપરાંત લાભાર્થીઓને ર૮૧ કરોડ રૂપિયાની વિવિધ સહાયનું વિતરણ કર્યુ હતું.
રાજ્યના અન્ય જિલ્લા મથકોએ રાજ્ય મંત્રીમંડળના મંત્રીશ્રીઓ, પદાધિકારીઓએ ગરીબ કલ્યાણ મેળાનો પ્રારંભ કરાવ્યો હતો. ૧૩મી કડીના આ ગરીબ કલ્યાણ મેળાઓ તા.૧૪ અને ૧પ બે દિવસ માટે ૩૩ જિલ્લા અને ૪ મહાનગરો મળી ૩૭ સ્થળોએ યોજાવાના છે.
ગુજરાતીમાં વધુ વાંચો: ગરીબ કલ્યાણ મેળાની ૧૩મી કડીનો ગોધરાથી રાજ્યવ્યાપી પ્રારંભ
0 comments:
Post a Comment