પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે ગાંધીનગરના મહાત્મા મંદિરમાં ડિફેન્સ એક્સપો-2022 નો રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત, કેન્દ્રીય સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિહ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં વિધિવત શુભારંભ કરાવ્યો હતો. મહાત્મા મંદિરમાં યોજાયેલા ભવ્ય સમારોહમાં ભારતીય સેનાની ત્રણેય પાંખોના વડાઓ અને વિવિધ દેશોના પ્રતિનિધિઓ તથા સંરક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા ઉત્પાદકો ઉપસ્થિત રહ્યા હતા. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ડિફેન્સ એક્સપોને નૂતન ભારતની ભવ્ય તસવીર ગણાવ્યું હતું અને કહ્યું હતું કે, ભારતની માટીમાં, ભારતીય લોકોના પરસેવાથી સિંચાયેલા ઉત્પાદનો, કંપનીઓ, વૈજ્ઞાનિકો અને યુવાઓનું સામર્થ્ય લોહપુરુષ સરદાર પટેલની આ ધરતી પરથી સમગ્ર દુનિયાને ભારતના સામર્થ્યનો પરિચય કરાવી રહ્યા છે.
તેમણે ડિફેન્સ એક્સપોમાં ભાગ લેવા ગુજરાત પધારેલી તમામ કંપનીઓને આહવાન કરતાં કહ્યું હતું કે, સશક્ત અને વિકસિત ભારતના આપણા સપનાને સાકાર કરો, હું તમારી સાથે છું. આપની ઉજ્જવળ આવતીકાલ માટે હું મારી આજ આપને અર્પણ કરવા માટે તત્પર છું.
ગુજરાતીમાં વધુ વાંચો: ડિફેન્સ એક્સપો-2022માં 1300થી વધારે ભારતીય પ્રદર્શકો અને 100થી વધારે સ્ટાર્ટઅપ્સ
0 comments:
Post a Comment