Sunday, 18 August 2019

GUJ CM dedicated newly built Gir Somnath District Panchayat Bhawan and District Police Bhawan at Gir Somnath

Gir Somnath District Panchayat Bhawan | District Police Bhawan

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ગીર સોમનાથ જિલ્લા પંચાયત અને જિલ્લા પોલીસ ભવનના નવા ભવનોનું લોકાર્પણ કરતા જણાવ્યું હતું કે, નયા ભારતની સંકલ્પનામાં ગુજરાત પ્રજાભિમુખ સુશાસનથી  નવી દિશા આપશે.

ગુજરાતનું લોક પ્રશાસન આધુનિક બની રહ્યું છે અને ભ્રષ્ટાચાર મુક્ત, પારદર્શક, લોકાભિમુખ વહીવટથી ઝડપી જનસેવા ઉપલબ્ધ થઈ છે.

મુખ્યમંત્રીશ્રીએ આ સંદર્ભમાં સ્પષ્ટ કહ્યું કે, અગાઉ લોકોને નાગરીક સેવાઓના લાભ લેવા માટે અનેક મુશ્કેલીઓ પડતી હતી. અમારી સરકારે સુશાસન સાથે ઝડપી અને પારદર્શક નાગરીક સેવાઓનો વ્યાપ છેવાડાના માનવી સુધી વિસ્તારીને જનસેવાના નયા આયામો સિધ્ધ કર્યા છે.

બિન ખેતીની પ્રક્રિયાને ઓનલાઈન કરીને ભ્રષ્ટાચાર મુક્ત વહીવટ પ્રક્રિયા અમલી બનાવી છે.

0 comments:

Post a Comment