મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે 3,338 કરોડના 16,359 કામોના ઇલોકાર્પણ અને ઇ ખાતમુહૂર્ત સંપન્ન
મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે ‘વિશ્વાસથી વિકાસયાત્રા’ના રાજ્યવ્યાપી કાર્યક્રમનો અમદાવાદના સાયન્સસિટી ખાતેથી પ્રારંભ કરાવતા જણાવ્યું હતું કે, ગુજરાત આજે દેશમાં વિકાસની દ્રષ્ટિએ અગ્રેસર રાજ્ય પુરવાર થયું છે. આજે વિકાસ એટલે ગુજરાત અને ગુજરાત એટલે વિકાસ એવી ઓળખ પ્રસ્થાપિત થઈ છે. દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકાસનો પાયો નાખ્યો છે. વિકાસના આ મજબૂત પાયાને પગલે ગુજરાત આજે દેશમાં આગવી ઉંચાઈ પ્રાપ્ત કરી શક્યું છે એમ તેમને ઉમેર્યું હતું.
વિશ્વાસથી વિકાસ યાત્રાના બીજા ચરણના કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રીએ આજે 3,338 કરોડના 16,359 કામોના ઇલોકાર્પણ અને ઇ ખાતમુહૂર્ત કર્યા હતા. આ કાર્યક્રમમાં રાજ્યના તમામ જિલ્લાઓ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા.
ગુજરાતીમાં વધુ વાંચો: વિશ્વાસથી વિકાસયાત્રા- રાજ્ય કક્ષાનો સમારંભ
0 comments:
Post a Comment