મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજરોજ સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના વક્તાણા ગામે, ભાટિયા ટોલ પ્લાઝા પાસે મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલ કોરિડોરના સેગમેન્ટલ કાસ્ટિંગ યાર્ડ (@ Ch. ૨૫૪)ની મુલાકાત લઈને કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન લિ.ના મેનેજિંગ ડિરેક્ટરશ્રી સતિષ અગ્નિહોત્રીએ મુખ્યમંત્રીશ્રીને ૨૨ એકર વિસ્તારમાં વિકસાવવામાં આવેલા સેગમેન્ટલ કાસ્ટિંગ યાર્ડની સમગ્રલક્ષી કાર્યપદ્ધતિથી માહિતગાર કર્યા હતાં.
મુખ્યમંત્રીશ્રી સાથે કેન્દ્રીય રેલ્વે અને ટેક્ષટાઈલ રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ, ગૃહરાજ્ય મંત્રીશ્રી હર્ષ સંઘવી, કૃષિ રાજ્યમંત્રીશ્રી મુકેશભાઈ પટેલ પણ જોડાયા હતાં.
ગુજરાતીમાં વધુ વાંચો: મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલ કોરિડોરના સેગમેન્ટલ કાસ્ટિંગ યાર્ડની મુલાકાત લેતાં મુખ્યમંત્રીશ્રી
0 comments:
Post a Comment