મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ૧૦માં એગ્રી એશિયા એક્ઝીબિશનનો ગાંધીનગરમાં પ્રારંભ કરાવતા સ્પષ્ટમત વ્યક્ત કર્યો કે, પરંપરાગત ખેતીના અનુભવ જ્ઞાન અને આધુનિક વૈજ્ઞાનિક અભિગમના સમન્વયથી કૃષિ પાકોમાં વૈવિધ્ય અને ઉત્પાદનમાં વૃદ્ધિની સફળતા કૃષિકારોને મળશે.
આ સંદર્ભમાં શ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ર૦રર સુધીમાં ખેડૂતોની આવક બમણી કરી ધરતીપુત્રોને પ્રગતિના પંથે લઇ જવાની નેમ રાખી છે.
આ નેમને સાકાર કરવા વેલ્યુએડિશન અને ટેક્નોલોજીનો સમયોચિત ઉપયોગ તથા કિસાન હિતકારી નીતિઓ-પોલીસીઝ દ્વારા ધરતીપુત્રોને આર્થિક સક્ષમતા આપવાના આયોજનો થયા છે.
ગુજરાતીમાં વધુ વાંચો: ગાંધીનગરમાં ૧૦માં એગ્રી એશિયા એક્ઝિબિશનનો પ્રારંભ
0 comments:
Post a Comment