મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટ મત વ્યક્ત કર્યો છે કે ગુજરાતમાં ટુરિઝમ-પ્રવાસન સેક્ટરનો હોલિસ્ટીક અને ઇન્કલુઝીવ ગ્રોથ સાકાર થયો છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતની સંસ્કૃતિ-પરંપરાઓને પ્રવાસન સાથે જોડીને રાજ્યના ટુરિઝમને નવો મોડ આપ્યો છે.
આના પરિણામે આ સેક્ટરના સર્વગ્રાહી વિકાસ સાથે સ્થાનિક રોજગાર અવસર પણ વિપૂલ પ્રમાણમાં મળતા થયા છે. મુખ્યમંત્રીશ્રી ઇન્ડીયન એસોસિયેશન ઓફ ટુર ઓપરેટર્સ IATO દ્વારા ગાંધીનગરમાં આયોજિત ૩૬માં વાર્ષિક સંમેલનના અધ્યક્ષસ્થાનેથી સંબોધન કરી રહ્યા હતા. શ્રી ભૂપેન્દ્ર પટેલે બહુવિધ પ્રવાસન સ્થળો માટે પ્રખ્યાત ગુજરાતમાં આ વાર્ષિક સંમેલનને ઉપયુકત ગણાવ્યું હતું.
ગુજરાતીમાં વધુ વાંચો: ઇન્ડિયન એસોસિયેશન ઓફ ટૂર ઓપરેટર્સ - IATO ની 36મી વાર્ષિક કોન્ફરન્સ
0 comments:
Post a Comment