મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નગરો-મહાનગરોમાં સૌને પીવાનું શુદ્ધ અને પૂરતું પાણી મળી રહે તેવા ઉદાત ભાવથી રાજ્યની ૬ નગરપાલિકાઓમાં કુલ ૬૩.૩૭ કરોડના પાણી પૂરવઠાના વિવિધ કામો માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.
સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત જે નગરોમાં પાણી પૂરવઠાના વિવિધ કામો માટે શ્રી ભૂપેન્દ્ર પટેલે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે તેમાં મહુવા નગરપાલિકામાં રૂ. ર૧.૮૭ કરોડ, બાલાસિનોરમાં રૂ. ૧૩.૬૯ કરોડ, ખેડબ્રહ્મામાં ૯.૦૮ કરોડ, ઇડરમાં રૂ. ૬.૩૮ કરોડ તથા થાનગઢમાં રૂ. ૭.૭૬ કરોડ અને સિકામાં રૂ. ૪.પ૯ કરોડના કામોનો સમાવેશ થાય છે.
ગુજરાતીમાં વધુ વાંચો: ‘‘જલ જીવન મિશન’’ અન્વયે નગરો-મહાનગરોમાં નિયમીત પૂરતુ-શુદ્ધ પાણી આપવાની પ્રતિબદ્ધતા
0 comments:
Post a Comment