મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ત્રણ નગરો વઢવાણ, વલ્લભીપૂર અને લુણાવાડાના નાગરિકો માટે દિપાવલી ભેટ રૂપે પીવાના પાણીની વિવિધ યોજનાઓ માટે કુલ ૩૪.૯પ કરોડ રૂપિયાના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.મુખ્યમંત્રીમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ત્રણ નગરો વઢવાણ, વલ્લભીપૂર અને લુણાવાડાના નાગરિકો માટે દિપાવલી ભેટ રૂપે પીવાના પાણીની વિવિધ યોજનાઓ માટે કુલ ૩૪.૯પ કરોડ રૂપિયાના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.
તેમણે સુરેન્દ્રનગર જિલ્લાની વઢવાણ નગરપાલિકાને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ધોળીધજા ડેમમાંથી પાણીની પાઇપ લાઇન માટે ર૪.૯૯ કરોડ રૂપિયાના કામોની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.
તદઅનુસાર, વઢવાણ નગરમાં ધોળીધજા ડેમથી હવા મહેલ વોટર વર્કસ સુધી ૪૦૦ મી.મીટર ડાયાની ૮૬પ૦ મીટર પાઇપ લાઇનની કામગીરી અને ૩૦ વર્ષ જૂની હયાત પ્રેસર પાઇપ લાઇન બદલવાનું આયોજન કરાયુ છે.
ગુજરાતીમાં વધુ વાંચો: પીવાના પાણીની યોજનાઓ માટે કુલ ૩પ કરોડ રૂપિયાની યોજનાઓને સૈદ્ધાંતિક મંજૂરી
0 comments:
Post a Comment