મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના શહેરી ક્ષેત્રો સહિતના વિસ્તારોમાં સર્વગ્રાહી વિકાસની નેમ સાથે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે સુરત, રાજકોટ અને ગાંધીનગર એમ ત્રણ મહાનગરોમાં કુલ ૬૦૭ કરોડના ૧ર૪ કામો માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.
મુખ્યમંત્રીશ્રીએ સુરત મહાનગરમાં પ૮૧.૪૦ કરોડ રૂપિયાના ખર્ચે આકાર પામનારા વિવિધ ૧૦૯ કામો માટે મંજૂરી આપી છે.
તદ્દઅનુસાર, ભૌતિક આંતરમાળખાકીય વિકાસના કામોમાં ડ્રેનેજ, સ્ટ્રોમ વોટર ડ્રેનેજ તથા પાણી પૂરવઠાના અને સી.સી. રોડના ૬૦ કામો માટે રૂ. ૪૦૭.૪૩ કરોડ, સામાજિક આંતરમાળખાકીય વિકાસના ૪ર કામોમાં લાયબ્રેરી, ફાયર સેફટી સિસ્ટમ ઇન્સ્ટોલેશન, વોર્ડ ઓફિસ, સિવીક સેન્ટર, કોમ્યુનિટી હોલ, હેલ્થ સેન્ટર મલ્ટીલેવલ પાર્કીંગ, પબ્લીક હેલ્થ લેબોરેટરી વગેરે માટે ૧૪૯.૬૪ કરોડ રૂપિયા ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી મુખ્યમંત્રીશ્રીએ આપી છે.
ગુજરાતીમાં વધુ વાંચો: રાજ્યના ૩ મહાનગરોના વિકાસ કામો માટે મહત્વપૂર્ણ નિર્ણય
0 comments:
Post a Comment