મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકે ગીર, બરડા અને આલેચના જંગલોના નેસ વિસ્તારમાં રહેતા રબારી, ભરવાડ અને ચારણ જાતિના સાચા લાભાર્થીઓ નક્કી કરવા માટે પાંચ સભ્યોનું કમિશન રચવાનો નિર્ણય કર્યો છે.
આદિજાતિ વિકાસ મંત્રી શ્રી ગણપતસિંહ વસાવાએ રાજ્ય મંત્રીમંડળની બેઠકના આ નિર્ણયની ભૂમિકા આપતાં કહ્યું કે, આ કમિશનમાં હાઇકોર્ટના નિવૃત્ત ન્યાયાધિશ, જિલ્લા અદાલતના બે નિવૃત્ત ન્યાયાધિશો, વન વિભાગના એક નિવૃત્ત અધિકારી તેમજ એક નિવૃત્ત અધિક કલેકટર એમ પાંચ સભ્યોનું આ કમિશન બનાવવામાં આવશે.
0 comments:
Post a Comment