મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સામાજીક સમરસતા, અંત્યોદય ઉત્થાન અને છેવાડાના માનવીના કલ્યાણ માટે શિક્ષણને પૂર્વશરત ગણાવી વંચિત, પીડિત, શોષિત હરેકના બાળકોને શિક્ષણના યોગ્ય અવસરો આપી વિશ્વના પડકારોને પહોચી વળવા સજ્જ બનાવવાની નેમ વ્યકત કરી છે.
મુખ્યમંત્રીશ્રીએ સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના ઉપક્રમે રાજ્યના અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ માટે ૬૧.૭પ કરોડ રૂપિયાના ખર્ચે નવનિર્મિત ૩ આદર્શ નિવાસી કન્યા શાળાઓ અને પાંચ ડૉ. બાબાસાહેબ આંબેડકર કુમાર છાત્રાલયોના ગાંધીનગર મુખ્યમંત્રી નિવાસસ્થાનેથી E લોકાર્પણ કર્યા હતા.
0 comments:
Post a Comment