Saturday, 19 September 2020

GUJ CM e-dedicates Gu-Jio Upsc Training Centre Pragna Peetham by Gujarat University (GU) and Jain International Organisation (Jio)


મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ વડાપ્રધાનશ્રીની ‘નયાભારત-આત્મનિર્ભર ભારત’ની નેમ સાકાર કરવા અને રામ રાજ્યની સંકલ્પના પાર પાડવા વહિવટી ક્ષેત્રે ઉચ્ચ કૌશલ્યવાન માનવબળ-લોકોની જરૂરિયાત પૂરી પાડવામાં ગુજરાત વિશેષ યોગદાન આપશે તેવો સ્પષ્ટ મત વ્યક્ત કર્યો છે.

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, ગુજરાત દરેક ક્ષેત્રે પ્રગતિમાં અગ્રેસર છે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇએ વિકાસની રાજનિતીથી સુશાસન-ગુડગર્વનન્સ દ્વારા દેશમાં વિકાસના નવા સિમાચિન્હો અંકિત કર્યા છે.

વધુ વાંચો ગુજરાતીમાં: ગુજરાત યુનિવર્સિટી-જૈન ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશનના સંયુક્ત ઉપક્રમે UPSC તાલીમ કેન્દ્રનો ઇ-લોકાર્પણ કરતા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ

  

Friday, 18 September 2020

Chief Minister Vijay Rupani releases compendium on ‘Building a Climate Resilience Gujarat’


મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના નગરો-શહેરોમાં વાહનોથી ફેલાતા વાયુ પ્રદૂષણને અટકાવવા બેટરી સંચાલિત ટુ વ્હીલર-થ્રી વ્હીલરના ઉપયોગને પ્રેરિત કરતી સહાય યોજના જાહેર કરી છે.

આ સહાય યોજના અન્વયે રાજ્યના ધોરણ-૯થી લઇને કોલેજ સુધીનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને બેટરી સંચાલિત ટુ વ્હીલર ખરીદવા સરકાર ૧ર હજાર રૂપિયાની સહાય આપશે. આ સહાય-સબસિડી ૧૦ હજાર વાહનોને આપવાનો લક્ષ્યાંક છે.

એટલું જ નહિ, વ્યકિતગત અને સંસ્થાકીય લાભાર્થીઓ માટે બેટરી સંચાલિત ઇ-રિક્ષા થ્રી વ્હીલર ખરીદીમાં પણ ૪૮ હજાર રૂપિયાની સહાય રાજ્ય સરકાર આપશે અને પાંચ હજાર ઇ-રિક્ષાઓને તેનો લાભ અપાશે.

વધુ વાંચો ગુજરાતીમાં: કલાયમેટ ચેન્જ વિભાગના ૧૦ વર્ચ્યુઅલ MOU મુખ્યમંત્રીશ્રીની E ઉપસ્થિતીમાં સંપન્ન

 

Thursday, 17 September 2020

Statewide launch of Desi Gaay and Jivamrut Yojana under ‘Saat Pagla Khedut Kalyanna Yojana’ to boost Natural Farming


મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી જણાવ્યું છે કે, જગતનો તાત સાચા અર્થમાં તાત બને તે દિશામાં નિર્ધાર કરીને રાજ્ય સરકાર સમયબદ્ધ આયોજન કર્યું છે. ગુજરાત ઉત્તમથી સર્વોત્તમ તરફ જવાના સંકલ્પ સાથે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફવાળીને હરિતક્રાંતિમાં પણ દેશભરમાં ગુજરાત રોલ મોડલ બનશે. તેવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો છે.

વધુ વાંચો ગુજરાતીમાં: ગુજરાતને ઉત્તમથી સર્વોત્તમ તરફ લઇ જવાના સંકલ્પ સાથે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળીને હરિતખેતીમાં ગુજરાત રોલ મોડલ બનશે– મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી

 

Tuesday, 15 September 2020

CM approved ‘Letter Of Intent’ for Developing World’s First CNG Terminal at Bhavnagar


મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ભાવનગર ખાતે વિશ્વના સૌ પ્રથમ સી.એન.જી ટર્મિનલ પોર્ટ વિકસાવવા માટેના લેટર ઓફ ઇન્ટેન્ટને મંજૂરી આપતા હવે, આ પોર્ટના વિકાસની કામગીરીનો પ્રારંભ થશે.

ભાવનગર ખાતે આ CNG ટર્મિનલના નિર્માણથી ગુજરાત વિશ્વના એક માત્ર CNG ટર્મિનલ તરીકે વર્લ્ડ મેરિટાઇમ મેપ પર ગૌરવવંતુ સ્થાન મેળવશે.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બોર્ડની નવેમ્બર-૨૦૧૯ માં મળેલી બેઠકમાં વિશ્વના સૌપ્રથમ CNG ટર્મિનલની સ્થાપના ગુજરાતમાં કરવાની દરખાસ્તને સ્વીસ ચેલેન્જ પધ્ધતિથી હાથ ધરવા સૈધ્ધાંતિક મંજૂરી આપી હતી.

વધુ વાંચો ગુજરાતીમાં: ગુજરાતના ગૌરવ રૂપ વિશ્વના પ્રથમ CNG પોર્ટ ટર્મિનલ પ્રોજેકટ વિકસાવવા મુખ્યમંત્રીશ્રીએ લેટર ઓફ ઇન્ટેન્ટ માટે મંજૂરી આપી

 

Saturday, 12 September 2020

CM e-launched Gujarat Dyestuff Manufacturing Association’s Directory - Web Portal Mobile Application


મુખ્ય મંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાતમાં પર્યાવરણની જાળવણી સાથે સાતત્યપૂર્ણ ઔદ્યોગિક વિકાસ માટે ઇન્ડસ્ટ્રીયલ ઇકોસિસ્ટમ અને ઇન્ફ્રાસ્ટ્રકચર સુદૃઢ કરવાને પ્રાધાન્ય આપ્યું હોવાનો સ્પષ્ટ મત વ્યકત કર્યો છે.

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, રાજ્ય સરકારે તાજેતરમાંજાહેર કરેલી નવી ઉદ્યોગ નીતિ-ર૦ર૦માં પણ ઇન્ફ્રાસ્ટ્રકચર મજબૂત કરવા ઇન્સેન્ટીવ જાહેર કર્યા છે.

રાજ્યમાં વટવા, અંકલેશ્વર, વાપી, વડોદરા જેવા પેકેટસને ધ્યાનમાં રાખીને ઇન્ડસ્ટ્રીયલ ઇકોસિસ્ટમ, ઇન્ફ્રાસ્ટ્રકચરના આધાર ઉપર પર્યાવરણ જાળવીને ઔદ્યોગિક વિકાસ થઇ રહ્યો છે એમ પણ તેમણે જણાવ્યું હતું.

વધુ વાંચો ગુજરાતીમાં: ગુજરાત ડાયસ્ટફ મેન્યુફેકચરીંગ એસોસિયેશનની ડિરેકટરી-વેબ પોર્ટલ મોબાઇલ એપના ઇ-લોન્ચિંગ કરતા મુખ્ય મંત્રીશ્રી

 

Friday, 11 September 2020

CM allocated total Rs. 160-cr to 155 Nagarpalikas for Repairing of Urban roads damaged during monsoon


મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યની ૧પપ નગરપાલિકાઓમાં શહેરી જનસુખાકારી-સુવિધાનો મહત્વપૂર્ણ નિર્ણય કરતાં આ નગરપાલિકાઓમાં રસ્તા-માર્ગોના રિપેરીંગ-રિસરફેસીંગ માટે રૂ. ૧૬૦ કરોડ મુખ્યમંત્રી શહેરી સડક યોજના અન્વયે ફાળવ્યા છે.

રાજ્યમાં ચાલુ વર્ષે ચોમાસામાં અતિ ભારે વરસાદને કારણે શહેરો-નગરોમાં ભારે નૂકશાન થયેલા રસ્તાઓના મરામત કામો ત્વરાએ હાથ ધરવામાં આ સહાય પૂરક બનશે.

વધુ વાંચો ગુજરાતીમાં: મુખ્યમંત્રીશ્રીનો શહેરી જનસુખાકારી-સુવિધાનો મહત્વપૂર્ણ નિર્ણય

 

Thursday, 10 September 2020

CM e-launched ‘Saat Pagla Khedut Kalyanna Yojana’ for Holistic Development of Agriculture Sector and Farmers

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ખેડૂતો અને કૃષિ ક્ષેત્રના વિકાસ માટેની પ્રતિબદ્ધતા સાથે ‘સાત પગલાં કૃષિ કલ્યાણ’ના યોજનાનો ઇ શુભારંભ કરાવતાં સ્પષ્ટ નિર્ધાર વ્યકત કર્યો કે આ સાત પગલાંના પાયાથી સર્વગ્રાહી વિકાસની હરણફાળ ભરવી છે.

આ સંદર્ભમાં તેમણે ઉમેર્યુ કે, રાજ્યના સંતુલિત વિકાસ માટે એગ્રીકલ્ચર, ઇન્ડસ્ટ્રી, સર્વિસ સેકટર સહિતના ગ્રોથમાં નવા સંશાધનો અને આધુનિક ખેતી પદ્ધતિ સાથે ગુજરાત વિકાસનું આગવું રોલ મોડેલ બન્યું છે.

વધુ વાંચો ગુજરાતીમાં: એક જ દિવસમાં રાજ્યભરમાં સવા લાખ ધરતીપુત્રોને રૂ. ૪૦૦ કરોડની સહાય મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર યોજના-કિસાન પરિવહન યોજનામાં ચૂકવાઇ