મુખ્ય મંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાતમાં પર્યાવરણની જાળવણી સાથે સાતત્યપૂર્ણ ઔદ્યોગિક વિકાસ માટે ઇન્ડસ્ટ્રીયલ ઇકોસિસ્ટમ અને ઇન્ફ્રાસ્ટ્રકચર સુદૃઢ કરવાને પ્રાધાન્ય આપ્યું હોવાનો સ્પષ્ટ મત વ્યકત કર્યો છે.
આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, રાજ્ય સરકારે તાજેતરમાંજાહેર કરેલી નવી ઉદ્યોગ નીતિ-ર૦ર૦માં પણ ઇન્ફ્રાસ્ટ્રકચર મજબૂત કરવા ઇન્સેન્ટીવ જાહેર કર્યા છે.
રાજ્યમાં વટવા, અંકલેશ્વર, વાપી, વડોદરા જેવા પેકેટસને ધ્યાનમાં રાખીને ઇન્ડસ્ટ્રીયલ ઇકોસિસ્ટમ, ઇન્ફ્રાસ્ટ્રકચરના આધાર ઉપર પર્યાવરણ જાળવીને ઔદ્યોગિક વિકાસ થઇ રહ્યો છે એમ પણ તેમણે જણાવ્યું હતું.
0 comments:
Post a Comment