Sunday, 4 September 2022

Best Teacher Award Distribution

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે શિક્ષક દિન અવસરે રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિજેતા ૪૪ ગુરૂવર્યોનું સન્માન કરતાં સ્પષ્ટપણે જણાવ્યું કે સૌ સમસ્યાનું સમાધાન શિક્ષણ જ છે. રાજ્ય અને સમાજના સર્વગ્રાહી વિકાસ માટે શિક્ષણ આવશ્યક પરિબળ છે એમ પણ તેમણે ઉમેર્યુ હતું.

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ અને વિદ્યાર્થી સન્માન કાર્યક્રમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતીમાં શિક્ષક દિનના અવસરે આયોજીત કર્યો હતો.

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય પારિતોષિક વિજેતા ૪૪ શિક્ષકોને શોલ, પ્રશસ્તિ પત્ર તથા પુરસ્કાર રાશિથી સન્માનિત કર્યા હતા. તેમણે ૬ વિદ્યાર્થીઓનું પણ તેમની શ્રેષ્ઠતા માટે શિક્ષણ મંત્રી શ્રી જિતુભાઇ વાઘાણી અને રાજ્યમંત્રી શ્રી કિર્તિસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં સન્માન કર્યુ હતું.

રાજ્ય પારિતોષિક વિજેતા ૪૪ શિક્ષકોને પુરસ્કાર રાશિથી સમ્માન: શિક્ષક દિવસ ઉજવણી 2022

 

Wednesday, 31 August 2022

Horticulture Development Program

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ૩ સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર હોર્ટીકલ્ચર તથા ૪ પ્રાઇમરી પ્રોસેસિંગ સેન્ટરના ઈ-ખાતમુહૂર્ત જામનગરના ધ્રોલ ખાતેથી કર્યા છે. રાજ્યમાં બાગાયતી પાકોની વેલ્યુચેઈન ઊભી કરી ખેડૂતોની આવક વધારવાના આશયથી આ કેન્દ્રોનું નિર્માણ કરવાનો મુખ્યમંત્રીશ્રીએ નિર્ણય કર્યો છે.

આ અંતર્ગત અમદાવાદ, જામનગર અને ખેડામાં સેન્ટર ઓફ એક્સલન્સ ફોર હોર્ટીકલ્ચર બનશે અને બનાસકાંઠા, કચ્છ, જામનગર, નવસારી અને પંચમહાલ જિલ્લામાં પ્રાઇમરી પ્રોસેસિંગ સેન્ટર બનશે.

સેન્ટર ઓફ એક્સલન્સ ફોર હોર્ટીકલ્ચર વિશે વાંચો: કોમ્પ્રીહેન્સીવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ કાર્યક્રમ

 

Tuesday, 30 August 2022

Wi-Fi facility to 4000 villages


મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે આજે ઠાસરા અને ગળતેશ્વર તાલુકાના પ્રજાજનોની જનસુખાકારી અને જનસુવિધાના રૂ. ૬૨.૮૨ કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોનું ઈ-ખાતમુહૂર્ત-લોકાર્પણ કરતાં જણાવ્યું હતુ કે ડિજિટલ ઈન્ડિયાને દરેક ગામ સુધી પહોંચતું કરવાની નેમ છે.

ડિજિટલ ઇન્ડિયા અભિયાન અંતર્ગત રાજ્યના ૪૦૦૦ ગામમાં ફ્રી વાઇ ફાઈની સુવિધા પહોંચતી કરવામાં આવશે.આ હેતુસર રાજ્યના આ વર્ષના બજેટમાં  પ્રાવધાન કરવામા આવ્યું છે.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ડીજીટલ ઈન્ડિયાના સપનાને સાકાર કરવામાં ગુજરાતે આગેવાની લીધી છે, તેમ તેમણે ઉમેર્યુ હતું.

ગુજરાતીમાં વધુ વાંચો: ઠાસરા અને ગળતેશ્વર તાલુકાના વિવિધ વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત – લોકાર્પણ

Thursday, 25 August 2022

Vibrant Weavers Expo 2022

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે સુરતના ઉમરવાડા સ્થિત ગ્લોબલ ટેક્ષટાઈલ માર્કેટ ખાતે ‘ફેડરેશન ઓફ ગુજરાત વિવર્સ વેલ્ફેર એસોસિએશન’(ફોગવા) દ્વારા તા.૨૬ થી ૨૮ દરમિયાન આયોજિત ત્રિદિવસીય ‘વાયબ્રન્ટ વિવર્સ એકસ્પો-૨૦૨૨’ને ખૂલ્લો મૂકતા જણાવ્યું કે, દેશના ગ્રોથ એન્જિન એવા ગુજરાતમાં વિકાસની ગતિ વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમા વધુ વેગવાન બનાવવા તેમની ટીમ સતત કર્તવ્યરત છે. શિક્ષણ, સ્વાસ્થ્ય અને સુરક્ષા જેવી મૂળભૂત બાબતો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરીને સૌનો વિકાસ કરવાની
નેમ છે.

મુખ્યમંત્રીશ્રીએ વિવર્સ એકસ્પોના વિવિધ સ્ટોલની મુલાકાત લઈ એક્ઝિબિટર્સને પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે અહીં વિવિધ વિવિંગ ઉત્પાદનોની જાણકારી મેળવી હતી.

આ પ્રસંગે દેશના વસ્ત્રઉદ્યોગમાં ગુજરાતના યોગદાનનો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, દેશની કુલ વસ્ત્ર નિકાસમાં ગુજરાતનો હિસ્સો ૧૨ ટકા અને મેન મેડ ફાઈબર ઉત્પાદનમાં ૩૮ ટકા છે. આર્ટ સિલ્ક ફેબ્રિકના ઉત્પાદનમાં સુરત દેશમાં ૫૦ ટકા યોગદાન આપી રહ્યું છે.

ગુજરાતીમાં વધુ વાંચો: ત્રિદિવસીય વાયબ્રન્ટ વિવર્સ એક્સ્પોને ખૂલ્લો મૂકતા મુખ્યમંત્રીશ્રી

 

Wednesday, 24 August 2022

Swagat Online Jan Fariyad Nivaran

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલા રાજ્યકક્ષાના સ્વાગત ઓનલાઇન કાર્યક્રમમાં ૬ જિલ્લાના નાગરિકોના ૭ પ્રશ્નોનું ત્વરિત નિવારણ લાવવામાં આવ્યું હતું.

પ્રજાજનોના પ્રશ્નો-રજૂઆતોને સાંભળીને ટેકનોલોજીના માધ્યમથી તેનું નિરાકરણ લાવવામાં સ્વાગત ઓનલાઇન કાર્યક્રમે ચાવીરૂપ ભૂમિકા ભજવી છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ કાર્યક્રમમાં વિડીયો કોન્ફરન્સથી જોડાયેલા વિવિધ જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓને સ્પષ્ટપણે જણાવ્યું કે, પ્રજાજનોના પ્રશ્નો-સમસ્યાને ઉકેલવામાં અને તેનું સુખદ નિરાકરણ ટૂંકામાં ટૂંકા સમયમાં આવે તેમજ આવી ફરિયાદોના કિસ્સામાં નિર્ણાયકતા સાથે ઝડપી કામગીરી દ્વારા સ્થાનિક કક્ષાએ જ ઉકેલ આવે તે આ કાર્યક્રમની સાર્થકતા છે.

ગુજરાતીમાં વધુ વાંચો: મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલા રાજ્યકક્ષાના સ્વાગત ઓનલાઇન કાર્યક્રમ

 

Monday, 22 August 2022

Innovative Healthcare Projects


Chief Minister Shri Bhupendra Patel while launching new projects at Rajasthan Hospital in Ahmedabad said that this health oriented digital initiative of Rajasthan Hospital will help improving the health of the citizens. This new O.P.D. facility, innovative approach to child and maternal health services will prove effective in providing best health facilities to newborns and pregnant women, he added.

The Chief Minister further said that various healthcare initiatives have been undertaken by the state government for the elderly citizens. A new initiative has been undertaken where sample collection facility to citizens above 60 years of age is provided at the doorstep of home. Rs. 5 crore has been allocated in this year’s budget for starting of this initiative.

Read the whole news in English: Guj CM launches innovative healthcare projects at Rajasthan Hospital

Wednesday, 17 August 2022

Khel Pratibha Puraskar

Chief Minister Shri Bhupendra Patel honoured the medal winning sports persons of Gujarat who participated in various sports in the Commonwealth Games 2022 and made India and Gujarat proud in the world, by presenting them with Rs. 80 lakhs worth Khel Pratibha Puraskar in Gandhinagar. A grand ceremony was held in Gandhinagar by the Sports, Youth and Cultural Affairs Department of the State Government in the presence of Minister of State Shri Harsh Sanghavi.

The Chief Minister Shri Bhupendra Patel and the Minister of State Shri Harsh Sanghavi awarded Khel Pratibha Puraskar worth Rs. 35 lakhs to the Commonwealth Games-2022 table tennis team event gold medal winner Harmit Desai of Gujarat.

Read the whole news in English: Khel Pratibha Puraskar to Gujarat sportspersons