મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ અનહદ આનંદની લાગણી વ્યકત કરતાં જણાવ્યું કે ૩૭૦ની કલમ અને ૩૫/એ ની નાબૂદીથી હવે સાચા અર્થમાં ભારતનો ભાગ બનેલા કાશ્મીર સાથે સમગ્ર દેશ ૭૩મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહયો છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી તથા ગૃહ મંત્રી શ્રી અમિતભાઇ શાહને આ ઐતિહાસિક કદમ માટે અભિનંદન આપવાની સાથે તેમણે ગુજરાતના યુવાનોને નવી ચેતના અને સમગ્ર તાકાત સાથે દેશ નિર્માણમાં જોડાવા હાકલ કરી હતી.
આદિવાસી યુવાનો ખૂબ ખડતલ અને મજબૂત હોય છે. તથા આદર્શ સૈનિક બનવાની ક્ષમતાઓ ધરાવે છે એવી લાગણી વ્યકત કરતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે આદિવાસી યુવાનો ભારતીય સેનાને લાયક બને અને મોટી સંખ્યામાં સેનામાં જોડાય એની સરળતા કરી આપવા માટે રાજયના આદિવાસી ક્ષેત્રોમાં સૈનિક સ્કુલો બનાવવામાં આવશે.
0 comments:
Post a Comment