મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે સુરતના ઉમરવાડા સ્થિત ગ્લોબલ ટેક્ષટાઈલ માર્કેટ ખાતે ‘ફેડરેશન ઓફ ગુજરાત વિવર્સ વેલ્ફેર એસોસિએશન’(ફોગવા) દ્વારા તા.૨૬ થી ૨૮ દરમિયાન આયોજિત ત્રિદિવસીય ‘વાયબ્રન્ટ વિવર્સ એકસ્પો-૨૦૨૨’ને ખૂલ્લો મૂકતા જણાવ્યું કે, દેશના ગ્રોથ એન્જિન એવા ગુજરાતમાં વિકાસની ગતિ વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમા વધુ વેગવાન બનાવવા તેમની ટીમ સતત કર્તવ્યરત છે. શિક્ષણ, સ્વાસ્થ્ય અને સુરક્ષા જેવી મૂળભૂત બાબતો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરીને સૌનો વિકાસ કરવાની
નેમ છે.
મુખ્યમંત્રીશ્રીએ વિવર્સ એકસ્પોના વિવિધ સ્ટોલની મુલાકાત લઈ એક્ઝિબિટર્સને પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે અહીં વિવિધ વિવિંગ ઉત્પાદનોની જાણકારી મેળવી હતી.
આ પ્રસંગે દેશના વસ્ત્રઉદ્યોગમાં ગુજરાતના યોગદાનનો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, દેશની કુલ વસ્ત્ર નિકાસમાં ગુજરાતનો હિસ્સો ૧૨ ટકા અને મેન મેડ ફાઈબર ઉત્પાદનમાં ૩૮ ટકા છે. આર્ટ સિલ્ક ફેબ્રિકના ઉત્પાદનમાં સુરત દેશમાં ૫૦ ટકા યોગદાન આપી રહ્યું છે.
ગુજરાતીમાં વધુ વાંચો: ત્રિદિવસીય વાયબ્રન્ટ વિવર્સ એક્સ્પોને ખૂલ્લો મૂકતા મુખ્યમંત્રીશ્રી
0 comments:
Post a Comment