Thursday, 7 May 2020

CM Holds Video Conference with the Heads 7 Leading Companies to Support Young and Enthusiastic Startups


મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ વિશ્વવ્યાપી મહામારી કોરોના કોવિડ-૧૯ સામેના જંગમાં ગુજરાતમાં યુવા અને ઉત્સાહી સ્ટાર્ટઅપ્સના સંશોધન ટેકનોલોજી જ્ઞાનનો સહયોગ લેવાની નેમ દર્શાવી છે.

મુખ્યમંત્રીશ્રી સાથે ગુરૂવારે સાત જેટલી અગ્રણી ઇક્વિટી કંપનીઓના હેડસે વિડીયો કોન્ફરન્સ યોજીને આ દિશામાં વિચાર-વિમર્શ કર્યો હતો.

આ ઇક્વિટી કંપનીઓએ પ્રોમીનન્ટ વેન્ચર કેપિટલ ફંડ તરીકે ૧૦૦ કરોડ રૂપિયા આવા યુવા સ્ટાર્ટઅપ્સને સર્પોટ કરવા ફાળવેલા છે.


Wednesday, 6 May 2020

CM: Gujarat Leads India In Running Maximum Labour Trains For Migrant Workers


ગુજરાતમાં રોજી-રોટી, રોજગાર માટે આવેલા દેશના અન્ય રાજ્યોના ૪ લાખ ૨૫ હજાર જેટલા શ્રમિકો-કામદારોને પોતાના વતન રાજ્ય-પ્રદેશ પહોંચાડવાની વ્યવસ્થાઓ રાજ્ય સરકારે સુવ્યવસ્થિત ઢબે પાર પાડી છે. મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રી અશ્વિનીકુમારે આ અંગેની સંપૂર્ણ વિગતો આપી હતી.

તેમણે જણાવ્યું કે, અત્યાર સુધીમાં વિશેષ ટ્રેન સેવાઓ દ્વારા ૧ લાખ ર૧ હજાર, બસ સેવાઓના માધ્યમથી પપ હજાર તેમજ રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી ખાનગી વાહનો-ખાનગી બસો દ્વારા ૧ લાખ ૬૭ હજાર જેટલા તથા સુરત મહાનગરમાંથી ખાનગી વાહનો-સ્વ વાહનો દ્વારા ૧ લાખ ૧૪ હજાર જેટલા પરપ્રાંતિય શ્રમિકો પ્રવર્તમાન લોકડાઉનની પરિસ્થિતીમાં પોતાના વતન રાજ્ય ગયા છે.

Tuesday, 5 May 2020

CM: 3.25 Lakh Migrant Workers Return To Their Home


મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના દિશાનિર્દેશનમાં રાજ્ય સરકારના વહિવટી તંત્રએ ભારત સરકાર સાથેના સંકલન દ્વારા અત્યાર સુધીમાં ૩પ વિશેષ ટ્રેન દ્વારા ૪૨ હજાર જેટલા અન્ય રાજ્યોના શ્રમિકો-વ્યકિતઓને તેમના વતન રાજ્ય મોકલવાની વ્યવસ્થા કરી છે.

મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રી અશ્વિનીકુમારે આ અંગેની વધુ વિગતો આપતાં જણાવ્યું કે, આ ૩પ વિશેષ ટ્રેન ઉપરાંત એસ.ટી બસ મારફતે પપ૦૦ તેમજ ખાનગી વાહનો મારફતે ૧.૬૭ લાખ જેટલા અને સુરત મહાનગરમાંથી પરમીટ આપીને પોતાના વાહનો કે ખાનગી વાહનો દ્વારા ૧.૧૪ લાખ મળી સમગ્રતયા ૩.રપ લાખ જેટલા અન્ય રાજ્યો યુ.પી. બિહાર, ઝારખંડ, ઓરિસાના શ્રમિકો-વ્યકિતઓને અમદાવાદ-સુરત અને ગુજરાતથી તેમના વતન રાજ્ય મોકલવામાં આવ્યા છે.

Monday, 4 May 2020

Centre grants permission to Gujarat for conducting ‘International Clinical Trial – Solidarity Rrial’ for ‘COVID-19’


મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતમાં કોરોના કોવિડ-19 વાયરસની સોલીડારિટી ટ્રાયલના પ્રયોગો હાથ ધરવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહ સમક્ષ કરેલી રજૂઆતને સફળતા મળી છે.

કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રીએ ગુજરાતમાં આવી સોલીડારિટી ટ્રાયલ માટે અમદાવાદની બી.જે.મેડિકલ કોલેજને અનૂમતિ આપી છે અને વધુ ૪ હોસ્પિટલોની આવી મંજૂરી-અનૂમતિની પ્રક્રિયા-કાર્યવાહિ પ્રગતિમાં છે.

બી.જે.મેડિકલ કોલેજને ભારત સરકારે અનુમતિ આપતા ત્યાં કોવિડ-19 પેશન્ટસના રજીસ્ટ્રેશન આવા ટ્રાયલ ટેસ્ટ માટે શરૂ થઇ ગયા છે.


GUJ CM praised Jain Samaj and Young Tailors of Kutch for stitching and distributing Free one lakh masks daily



મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ કોરોના વાયરસ કોવિડ-19 સામેના જંગમાં મૂક યોદ્ધા તરીકે સેવાકાર્ય થકી રોજના ૧ લાખ માસ્ક બનાવી વિનામૂલ્યે વિતરણ કરતા કચ્છી યુવાઓની સેવાપરાયણતાને અભિનંદન પાઠવ્યા છે.

માધાપર (કચ્છ) જૈન સમાજ અને દરજી યુવાઓ સંયુકતપણે રોજના ૧ લાખ માસ્ક તૈયાર કરે છે અને વહિવટીતંત્રના સહયોગથી વિનામૂલ્યે તેનું વિતરણ કરી કોરોના વાયરસ સંક્રમણને ફેલાતું અટકાવવાના મૂક સિપાઇ બન્યા છે.

શ્રી વિજયભાઇ રૂપાણીએ આ સેવાવ્રતીઓ સાથે ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ સંવાદ કરીને તેમની સેવાભાવનાને બિરદાવી હતી.

Sunday, 3 May 2020

Special aerial salute of the Indian Air Force to Corona Warriors across The Country


સમગ્ર દેશમાં કોરોના મહામારી સામે જંગ લડી રહેલા તબીબો, નર્સ, પેરામેડિકલ સ્ટાફ, સેવકો અને ફરજ પરના તમામ લોકોના માનમાં, તેમનો જુસ્સો વધારવા ભારતીય વાયુદળ દ્વારા આજે સમગ્ર દેશમાં કોવિડ-19 હોસ્પિટલ ઉપર પુષ્પવર્ષા અને યુદ્ધ વિમાનોની ફ્લાય પાસ્ટ યોજવામાં આવી હતી. જેના ભાગરૂપે રાજ્યના પાટનગર ગાંધીનગરમાં સિવિલમાં આવેલી કોવિડ હોસ્પિટલ ઉપર ભારતીય વાયુસેનાના MI-17 V5 હેલિકોપ્ટર દ્વારા અંદાજે ૧૦૦ મીટરની ઊંચાઈએથી પુષ્પવર્ષા કરીને કોરોના વોરિયર્સનું સન્માન કરીને તેમનો જુસ્સો વધાર્યો હતો.

આ સાથે ભારતીય વાયુસેનાના સૌથી શક્તિશાળી એવા સુખોઈ-3૦ ત્રણ યુદ્ધ વિમાનો દ્વારા ફાઈટર એરક્રાફ્ટ ફોરમેશનમાં માત્ર ૫૦૦ મીટરની સૌથી નીચી ઊંચાઈએ ગુજરાત વિધાનસભા ઉપરથી સવારે ૧૧.૨૫ કલાકે પસાર થઈ ફ્લાય પાસ્ટ યોજીને સન્માન કર્યું હતું.

Saturday, 2 May 2020

CM ensured necessary arrangements to bring back Stranded Gujaratis amidst Lockdown


Chief Minister of the state Mr. Vijay Rupani directed the state administration to ensure the safe return of stranded Gujaratis amidst the lockdown.

Providing details of the CM’s instructions , Secretary to CM Mr. Ashwani Kumar said, “ The stranded Gujaratis can provide their details on the state’s control room number 079-23251900.  The appointed IAS and IPS officers for this task from Gujarat will contact their counterparts and regional administration in the concerned states for issuing a permit pass.”