મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના દિશાનિર્દેશનમાં રાજ્ય સરકારના વહિવટી તંત્રએ ભારત સરકાર સાથેના સંકલન દ્વારા અત્યાર સુધીમાં ૩પ વિશેષ ટ્રેન દ્વારા ૪૨ હજાર જેટલા અન્ય રાજ્યોના શ્રમિકો-વ્યકિતઓને તેમના વતન રાજ્ય મોકલવાની વ્યવસ્થા કરી છે.
મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રી અશ્વિનીકુમારે આ અંગેની વધુ વિગતો આપતાં જણાવ્યું કે, આ ૩પ વિશેષ ટ્રેન ઉપરાંત એસ.ટી બસ મારફતે પપ૦૦ તેમજ ખાનગી વાહનો મારફતે ૧.૬૭ લાખ જેટલા અને સુરત મહાનગરમાંથી પરમીટ આપીને પોતાના વાહનો કે ખાનગી વાહનો દ્વારા ૧.૧૪ લાખ મળી સમગ્રતયા ૩.રપ લાખ જેટલા અન્ય રાજ્યો યુ.પી. બિહાર, ઝારખંડ, ઓરિસાના શ્રમિકો-વ્યકિતઓને અમદાવાદ-સુરત અને ગુજરાતથી તેમના વતન રાજ્ય મોકલવામાં આવ્યા છે.
0 comments:
Post a Comment