Wednesday, 6 May 2020

CM: Gujarat Leads India In Running Maximum Labour Trains For Migrant Workers


ગુજરાતમાં રોજી-રોટી, રોજગાર માટે આવેલા દેશના અન્ય રાજ્યોના ૪ લાખ ૨૫ હજાર જેટલા શ્રમિકો-કામદારોને પોતાના વતન રાજ્ય-પ્રદેશ પહોંચાડવાની વ્યવસ્થાઓ રાજ્ય સરકારે સુવ્યવસ્થિત ઢબે પાર પાડી છે. મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રી અશ્વિનીકુમારે આ અંગેની સંપૂર્ણ વિગતો આપી હતી.

તેમણે જણાવ્યું કે, અત્યાર સુધીમાં વિશેષ ટ્રેન સેવાઓ દ્વારા ૧ લાખ ર૧ હજાર, બસ સેવાઓના માધ્યમથી પપ હજાર તેમજ રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી ખાનગી વાહનો-ખાનગી બસો દ્વારા ૧ લાખ ૬૭ હજાર જેટલા તથા સુરત મહાનગરમાંથી ખાનગી વાહનો-સ્વ વાહનો દ્વારા ૧ લાખ ૧૪ હજાર જેટલા પરપ્રાંતિય શ્રમિકો પ્રવર્તમાન લોકડાઉનની પરિસ્થિતીમાં પોતાના વતન રાજ્ય ગયા છે.

0 comments:

Post a Comment