Thursday, 24 June 2021

States first Integrated Logistics and Logistics Park Policy 2021


ગુજરાતની સર્વગ્રાહી વિકાસયાત્રા અને ઉત્તમથી સર્વોત્તમ ગુજરાતના નિર્માણના વધુ એક આયોજનબદ્ધ કદમ રૂપે લોજિસ્ટીકસ અને લોજીસ્ટીકસ પાર્ક માટેની સંકલિત એવી પ્રથમ પોલિસીને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ બોર્ડ-GIDBની ૩૮મી બોર્ડ બેઠકમાં મુખ્યમંત્રીશ્રીએ આ નવતર પોલિસીને સૈદ્ધાંતિક-ઇન પ્રિન્સીપલ મંજૂરી આપી છે.

ગુજરાતની આ ઇન્ટીગ્રેટેડ લોજીસ્ટીકસ એન્ડ લોજીસ્ટીકસ પાર્ક પોલિસી-૨૦૨૧માં રાજ્યમાં લોજીસ્ટીકસની સમગ્ર વેલ્યુચેઇનને આવરી લઇ ઔદ્યોગિક ક્ષેત્રે વિવિધ સ્પર્ધાત્મકતા વધારવા સાથે યુવાઓને મોટા પાયે રોજગાર અવસર પૂરા પાડવાનો વિકાસલક્ષી અભિગમ કેન્દ્રસ્થાને રાખવામાં આવ્યો છે.

વધુ વાંચો ગુજરાતીમાં: રાજ્યની પ્રથમ ઇન્ટીગ્રેટેડ લોજીસ્ટીકસ એન્ડ લોજીસ્ટીકસ પાર્કસ પોલિસી-૨૦૨૧

 

0 comments:

Post a Comment