મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ અમદાવાદની વટવા જી.આઇ.ડી.સી.માં “ફેન્ટમ કેટાલીટીક રીએક્ટર” પ્લાન્ટના શુભારંભ પ્રસંગે જણાવ્યું કે, ગુજરાત હંમેશા પર્યાવરણ સંરક્ષણની સાથેસાથે ઔદ્યોગિક પ્રગતિ એટલે કે સંતુલિત વિકાસની બાબતમાં અગ્રેસર રહ્યુ છે.
હાલમાં ભારત સરકાર દ્વારા મહત્વના ૨૦ માપદંડોના આધારે રાજ્યોનું મુલ્યાંકન કરવામાં આવ્યુ જેમાં ગુજરાત પાંચ માપદંડોમાં – FDI, GDP, Exports, રોજગાર અને વોટર મેનેજમેન્ટ જેવા મુલ્યાંકનમાં સર્વશ્રેષ્ઠ છે.
મુખ્યમંત્રીશ્રીએ વટવા ઔદ્યોગિક વસાહતમાં રૂ. ૭૦ કરોડના ખર્ચે નવનિર્મિત ૩૦ એમ.એલ.ડી. વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનો કેન્દ્રિય મંત્રી શ્રી પ્રકાશ જાવડેકરની નવી દિલ્હીથી વર્ચ્યુઅલ ઉપસ્થિતીમાં ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સથી લોકાર્પણ કર્યુ હતું.
વધુ વાંચો ગુજરાતીમાં: ફેન્ટમ કેટાલીટીક રિએક્ટર પ્લાનનો ઇ-શુભારંભ
0 comments:
Post a Comment