મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે, કોરોનાકાળમાં રાજ્ય સરકાર સેવાભાવી- ધાર્મિક સંસ્થાઓના સહકારથી લોકોની સેવા-સારવારમાં સતત કાર્યરત રહી છે. ગમે તેવા કપરા સમયે પણ રાજ્યનો વિકાસ અને જનતાની સુખાકારીમાં વૃદ્ધી કરવાનો સરકારનો સંકલ્પ છે.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ એસ.જી.વી.પી. હોલિસ્ટિક હોસ્પિટલ ખાતે ૧૩ હજાર લીટરની લિક્વિડ ઓક્સિજન ટેન્કનું ગાંધીનગરથી ઇ- લોકાર્પણ કરતા કહ્યું કે, ગુજરાતમાં કોરોનાની બીજી લહેર દરમિયાન એક લાખથી વધુ કોવિડ દર્દીઓએ સારવાર લીધી છે. અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં મેડિકલ ઓક્સિજનના અભાવે એક પણ દર્દીનું મૃત્યુ થયું નથી.
વધુ વાંચો ગુજરાતીમાં: 13 હજાર લીટરની લિક્વિડ ઓક્સિજન ટેન્કનું ઇ- લોકાર્પણ
0 comments:
Post a Comment