મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના છેવાડાના ગામના વર્ગખંડના બાળક સુધીના વિદ્યાર્થીઓના અભ્યાસ, હાજરી, પરીક્ષા અને શિક્ષણ વ્યવસ્થાના રિયલ ટાઇમ મોનિટરીંગની ગુજરાતની અભિનવ પહેલ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર-2.0નું ગાંધીનગરમાં લોકાર્પણ કર્યુ હતું.
સમગ્ર દેશમાં ગુજરાતે પ્રાથમિક શિક્ષણથી ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ સુધી ક્વોલિટી એજ્યુકેશન, વિદ્યાર્થી હાજરી, શિક્ષક સજ્જતાને ટેકનોલોજીના માધ્યમથી મોનિટરીંગ કરવા સહિતની વ્યવસ્થાઓ આ કમાન્ડ કંટ્રોલ સેન્ટર 2.0 દ્વારા વિકસાવી છે તેમ મુખ્યમંત્રીશ્રીએ ગૌરવ સહ જણાવ્યું હતું.
વધુ વાંચો ગુજરાતીમાં: કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર-2.0નું ગાંધીનગરમાં લોકાર્પણ
0 comments:
Post a Comment