Friday, 18 June 2021

Construction of a New Jetty at Navlakhi Port


રાજ્યમાં કાર્ગો પરિવહનના મહત્વપૂર્ણ બંદર એવા નવલખી બંદર ખાતે ૪૮૫ મીટરની લંબાઈની નવી જેટી રૂ. ૧૯૨ કરોડના અંદાજિત ખર્ચે નિર્માણ પામશે.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાત મેરિટાઇમ બોર્ડ દ્વારા રાજ્ય સરકાર સમક્ષ આ નવી જેટીના નિર્માણ માટે કરવામાં આવેલી રૂ.૧૯૨ કરોડ રૂપિયાની દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

નવલખી સૌરાષ્ટ્ર ના સાગરકાંઠે આવેલું અને મીઠા, કોલસા તથા સિરામીક, મશીનરી ઉદ્યોગોના માલ-સામાન પરિવહન માટેનું અગત્યનું બંદર છે. આ બંદરની વર્તમાન માલ-પરિવહન ક્ષમતા ૮ મીલિયન મેટ્રીક ટન પ્રતિ વર્ષની છે, તેને ભવિષ્યમાં વધારીને ૨૦ મિલિયન મેટ્રીક ટન પ્રતિવર્ષ કરવાનું રાજ્ય સરકારનું આયોજન છે.

વધુ વાંચો ગુજરાતીમાં: નવલખી બંદર પર 485 મીટરની નવી જેટી બનાવવાની દરખાસ્તને મંજૂરી

 

0 comments:

Post a Comment