મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યમાં આવેલ હોટલ, રીસોર્ટ્સ, રેસ્ટોરન્ટ્સ અને વોટરપાર્ક્સને એક વર્ષ માટે પ્રોપર્ટી ટેક્સમાંથી અને વીજબીલના ફિક્સચાર્જમાંથી મુક્તિ આપવાનો નિર્ણય કર્યો છે.
તદઅનુસાર, તારીખ ૧ એપ્રિલ ૨૦૨૧ થી ૩૧ માર્ચ ૨૦૨૨ સુધીના સમય માટે હોટલ, રીસોર્ટ્સ, રેસ્ટોરન્ટ્સ અને વોટરપાર્ક્સને પ્રોપર્ટી ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવી છે.
આ ઉપરાંત હોટલ, રીસોર્ટ્સ, રેસ્ટોરન્ટ્સ અને વોટરપાર્ક્સને વીજબીલમાં ફિક્સચાર્જમાંથી મુક્તિ આપી ખરેખર વીજ વપરાશ થયો હોય તેના પર જ વીજ બીલ આકારી ચાર્જ વસૂલ કરવામાં આવશે તેવો પણ નિર્ણય મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીમાં લેવામાં આવ્યો છે.
0 comments:
Post a Comment