મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સૌરાષ્ટ્ર-કચ્છની જીવાદોરી સમાન ‘‘સૌની’’ યોજના અન્વયે સૌરાષ્ટ્રના રપ જળાશયો, ૧ર૦ તળાવો અને ૪૦૦ થી વધુ ચેકડેમમાં ૪ હજાર મીલીયન ઘનફૂટ પાણી ઉદવહન (લીફટ) કરીને આપવાનો નિર્ણય કર્યો છે.
મુખ્યમંત્રીશ્રીના આ નિર્ણયને પરિણામે સૌરાષ્ટ્ર પ્રદેશના ભૂગર્ભ જળસ્તર ઊંચા આવતાં ખેડૂતોને સિંચાઇ માટે પૂરતું પાણી મળશે. એટલું જ નહિ, લોકોની પીવાના પાણીની સમસ્યા હલ થશે તેમજ ઢોર-ઢાંખરને પણ પાણી મળી રહેશે.
મુખ્યમંત્રીશ્રીના આ મહત્વપૂર્ણ નિર્ણયની જાણકારી મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રી અશ્વિનીકુમારે આપી હતી.
0 comments:
Post a Comment