મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતુ કે, કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા મુજબ લૉકડાઉન-૪માં નાગરિકો માટેની કન્ટેન્ટમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં નિયમોને આધિન વિવિધ છૂટછાટો આપવામાં આવી છે. જેના ભાગરૂપે ગુજરાત એસ.ટી. નિગમ દ્વારા રાજયમાં આવતીકાલ તા.૨૦મી મેથી સંપૂર્ણ સોશિયલ ડિસ્ટન્સ સાથે રાજ્યના પાંચ ઝોનમાં સવારના ૮ થી સાંજના ૬ કલાક સુધી નાગરિકોને પરિવહન સેવાઓ પૂરી પાડવામાં આવનાર છે.
રાજ્યભરમાં ૧૧૪૫ શીડ્યુલ અને ૭૦૩૩ ટ્રીપથી એસ.ટી. બસોનું સંચાલન કરવામાં આવશે. જેમાં કોઈ પણ રૂટ કન્ટેન્ટમેન્ટ વિસ્તારમાંથી પસાર થશે નહિ.
0 comments:
Post a Comment