સંગીત બેલડી તાના-રીરીની યાદમાં ઉજવાતા તાના-રીરી શાસ્ત્રીય સંગીત મહોત્સવ પ્રસંગે ઉપસ્થિત મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે વડનગરના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરવાનું કામ તાના-રીરી મહોત્સવ થકી થઇ રહયું છે. રાજ્ય સરકાર દ્વારા સંગીત ક્ષેત્રમાં શાસ્ત્રીય સંગીતને પ્રાધાન્ય અપાઇ રહ્યું છે. સંગીત વિરાસતને વધુ મજબૂત કરવા માટે સરકાર પ્રતિબદ્ધ છે.
મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ હતું કે વડનગરની કન્યાઓએ સંગીતની સાધનાને આત્મસાત કરી હતી. તાન-સેનના દેહમાં ઉપડેલી દાહને મલ્હાર રાગ ગાઇ સાંત્વના આપી હતી. આવી સંગીત બેલડી તાના-રીરી બહેનોની યાદમાં સરકાર દ્વારા તાના-રીરી મહોત્સવ દર વર્ષે ઉજવાય છે.
0 comments:
Post a Comment