મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યની વિચરતી-વિમૂકત જાતિના પરિવારોને હવે કાયમી-સ્થાયી કરવાની સરકારની પ્રતિબદ્ધતા વ્યકત કરી છે.
આ સંદર્ભમાં તેમણે કહ્યું કે આઝાદી બાદ વર્ષો સુધી અહિં-તહિં વિચરતા રહેલા છૂટા-છવાયા વસેલા આવા પરિવારોની સ્પેશ્યલ કેર કરીને વિકાસ લાભો પહોચાડી તેમને પણ વિકાસની મુખ્ય ધારામાં લાવવા છે. તેમને પણ સ્ટેબલ થવાની તક આપવી છે.
શ્રી વિજયભાઇ રૂપાણીએ મુખ્યમંત્રી નિવાસસ્થાને ‘મુખ્યમંત્રીશ્રી સાથે મોકળા મને’ સંવાદની શરૂ કરેલી શૃંખલાની ચોથી કડીમાં ગુરૂવારે રાજ્યની વિચરતી – વિમૂકત એવી ૪૦ જ્ઞાતિઓના અદના ગરીબ ગ્રામીણ લોકોને આમંત્ર્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ આ પરિવારો-વ્યકિતઓ સાથે દોઢ કલાક જેટલો સમય વિતાવીને તેમની રજૂઆતો સંવેદનાથી સાંભળી માર્ગદર્શન આપ્યું હતું.
0 comments:
Post a Comment