Tuesday, 26 November 2019

GUJ CM Unveiled a Statue of Gandhiji at the School for Deaf-Mutes Society at Ahmedabad


મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે, આપણા બંધારણમાં સર્વને સમાન તકની ભાવના અતૂટપણે જોડાયેલી છે. પૂજ્ય ગાંધી બાપુ પણ સર્વ સમાજના ઉત્કર્ષના આગ્રહી હતા ત્યારે આપણે તેમના વિચારોને મૂર્તિમંત કરી સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવીએ તે સમયની માંગ છે.

અમદાવાદ સ્થિત બહેરા-મુંગા શાળા સોસાયટી સંકુલમાં મહાત્મા ગાંધીજીની ૧પ૦મી જન્મજ્યંતિના ઉપલક્ષ્યમાં પૂજ્ય બાપુની પ્રતિમાનું મુખ્યમંત્રીશ્રીએ અનાવરણ કર્યુ હતું.

મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે સામાન્ય વ્યકિત કરતાં પણ વધુ શકિત-સામર્થ્ય દિવ્યાંગજનોમાં ઇશ્વરે મુકયા છે ત્યારે આવા દિવ્યાંગોને પણ અન્ય સમાજ વર્ગ જેટલી તકો મળવી જોઇએ.

Governor and CM Mark Their Presence at The Celebrations of Constitution Day at Gujarat High Court

The Celebrations of Constitution Day at Gujarat High Court

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે, ભારતીય સંસ્કૃતિનું ચિંતન: સહિષ્ણુતા-સહઅસ્તિત્વ અને સર્વકલ્યાણનું મૂળ ધર્મ બંધારણમાં સચવાયો છે, જેના કારણે ભારતનું બંધારણ વિશ્વશ્રેષ્ઠ છે.

રાજ્યપાલશ્રીએ દ્રઢતાપૂર્વક જણાવ્યું હતું કે, ન્યાય માતૃભાષામાં મળવો જોઈએ જેથી સામાન્ય લોકોને ન્યાય પ્રક્રીયાની સંપૂર્ણ જાણકારી મળે.

રાજ્યપાલશ્રીએ ભારતના સંવિધાનને રાજધર્મ ગણાવી જણાવ્યું હતું કે, સંવિધાનમાં સહિષ્ણુતા સૌથી મહત્વની બાબત છે. સમાજમાં ભાઇચારો, એકતા, રાષ્ટ્રપ્રતિ સમર્પણનો ભાવ સંવિધાનનો આધાર છે. આ આધાર ભારતીય સંસ્કૃતિથી જોડાયેલો છે.

Monday, 25 November 2019

GUJ CM Shri Vijaybhai Rupani attended Diwali Sneh-Milan Prog. organized by Gujarat Chambers of Commerce and Industry

Gujarat Chambers of Commerce and Industry

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે, રાજ્યમાં વેપાર-ઉદ્યોગ જગત માટે સમયાનુકૂલ અને તાત્કાલિક નિર્ણયો લઇ મોકળાશનાં વાતાવરણનું સર્જન કર્યું છે તેના સથવારે ગુજરાતનો વિકાસ હજુ વધુ ઉંચાાઇ સુધી લઇ જવો છે.

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, ગુજરાત પાસે જરૂરી માળખું છે, જરૂરી સ્ત્રોતો ઉપલબ્ધ છે, તે સાથે ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસના સકારાત્મક નિર્ણયોથી ગુજરાત ઉદ્યોગ ક્ષેત્રે અગ્રેસર છે.

મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા આયોજિત દિવાળી સ્નેહ મિલન કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, પહેલાં પરમીશન લેવામાં આવતી હતી પછી પ્રોડક્શન થતું હતું. પરંતુ રાજ્ય સરકારના પ્રો-એક્ટીવ અભિગમથી પ્રોડકશન શરૂ કર્યા બાદ પરમીનશ લે તેવી કાર્યપ્રણાલી વિકસાવી છે.

GUJ CM Launched The Annual ‘School Health Program’ Under National Child Health Program from Gandhinagar


મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યવ્યાપી શાળા આરોગ્ય-રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમનો ગાંધીનગરથી પ્રારંભ કરાવતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, ગુજરાતને સર્વાંગી વિકાસના શિખરો સર કરાવવા ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ સાથે સોશિયલ સેકટરમાં આરોગ્ય, શિક્ષણ સહિત વિશેષ ધ્યાન આ સરકારે કેન્દ્રીત કર્યુ છે.

આ સંદર્ભમાં તેમણે જણાવ્યું કે, આવતીકાલના નાગરિક સમા બાળકોની તંદુરસ્તી અને સુખાકારી માટે સંપૂર્ણ આરોગ્ય ચકાસણીનો આ અભિગમ સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ અને હેપીનેસ ઇન્ડેક્ષમાં વધારો કરવાનો સંવેદનાપૂર્ણ સફળ અભિગમ છે.

Uzbekistan Delegation is on 3-Day visit to Gujarat to Study State’s Preparedness on Security, Safety, and Crime Solutions


મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી સાથે ઉઝબેકિસ્તાનના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ ઓફ ધ એડમીનીસ્ટ્રેશન ઓફ ધ પ્રેસિડેન્ટ ઓફ ઉઝબેકિસ્તાન શ્રીયુત એસ. ગોરડીવે ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ સાથે ગાંધીનગરમાં મૂલાકાત બેઠક યોજી હતી.

શ્રીયુત ગોરડીવેના નેતૃત્વ હેઠળનું ઉઝબેકિસ્તાન પ્રતિનિધિમંડળ ગુજરાતમાં ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટી, ફોરેન્સીક સાયન્સ લેબોરેટરી, સાઇબર ક્રાઇમ સિસ્ટમ, પોલીસ અકાદમી કરાઇ અને રક્ષાશકિત યુનિવર્સિટી તથા વિશ્વાસ-કમાન્ડ એન્ડ કંટ્રોલ સિસ્ટમ જેવી સુરક્ષા વિષયક બાબતોના અભ્યાસ માટે ત્રિદિવસીય મૂલાકાતે આવેલું છે.

મુખ્યમંત્રીશ્રીએ ગત ઓકટોબર-ર૦૧૯માં તેમની ઉઝબેકિસ્તાન મૂલાકાત દરમ્યાન ગુજરાત-ઉઝબેકિસ્તાન વચ્ચે સુરક્ષા-સિકયોરિટી સહિતના વિવિધ ક્ષેત્રોમાં આપસી આદાન-પ્રદાન સમજૂતિ અંગે જે ફ્રેમવર્ક તૈયાર કરેલું તે સંદર્ભમાં આ પ્રતિનિધિમંડળ ગુજરાત આવ્યું છે.

Sunday, 24 November 2019

Gujarat Chief Minister Issued property cards at a function, to benefit 3,500

Issued property cards at a function

Gujarat Chief Minister Vijay Rupani issued approval letters and property cards regularizing proposed societies at a function organized by Ahmedabad District Revenue Administration at the Chandraprasad Desai Hall at Bapunagar here today.

Speaking on the occasion, he reiterated his government’s commitment to serve and solve the problems of the poor, have-nots and middle-class, if necessary by changing the rules, needed in a democracy to let the people realize that the government is with them and takes fast decisions.

Saturday, 23 November 2019

GUJ CM Shri Vijaybhai Rupani dedicated various development works at Junagadh


મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જૂનાગઢમાં ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના રૂ. ૯૮ કરોડના ખર્ચે બનનાર નવા આધુનિક ભવન અને વિભાગોના બાંધકામોના વિકાસ કામોનું ખાતમુહૂર્ત સહિત કુલ રૂ. ૧૭૦ કરોડના પ્રકલ્પોની ભેટ આપતા જણાવ્યુ હતુ કે, જૂનાગઢને વિશ્વના પ્રવાસન નકશામાં અંકિત કરવા રાજ્ય સરકાર કટીબદ્ધ છે. મુખ્યમંત્રીશ્રીએ જૂનાગઢને હેરીટેજ અને સ્માર્ટ સીટી તરીકે ઓળખ આપવાની પ્રતીબદ્ધતા વ્યક્ત કરી ઉપરકોટ, ગિરનાર, મકબરા, સાસણ અને ઇન્દ્રેશ્વરથી લઇને ગિરનાર સુધીના તિર્થ સ્થળોના યાત્રિકોલક્ષી વિકાસ કાર્યોની પણ રૂપરેખા આપી હતી. જૂનાગઢની બહાઉદ્દીન કોલેજના મેદાનમાં સભાને સંબોધતા મુખ્યમંત્રીશ્રીની આ વાતને લોકોએ વધાવી લીધી હતી.

મુખ્યમંત્રીશ્રીએ જૂનાગઢની ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી અને મહાનગરપાલિકા દ્વારા હાથ ધરાયેલા વિવિધ પ્રકલ્પો બદલ બંને સંસ્થાના પદાધિકારીઓ અને અધિકારીઓ સહિત સમગ્ર ટીમને અભિનંદન આપી કહ્યુ કે, જૂનાગઢ માટે રાજ્ય સરકાર જોઇએ તેટલુ ફંડ આપશે.

Under Leadership of Chief Minister, Gujarat makes another initiative towards ‘Ease of Doing Business’


મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં નાગરિકો-વેપાર ઊદ્યોગોને વધુમાં વધુ સેવાઓ ઝડપી-સરળ અને ઓનલાઇન મળી રહે તેવા અભિગમ સાથે ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ ક્ષેત્રે વધુ એક પહેલ સાકાર કરી છે.
શ્રી વિજયભાઇ રૂપાણીએ વિદ્યુત શુલ્ક માફીની કામગીરીમાં પારદર્શીતાના ઉદાત ભાવ સાથે ઓનલાઇન પોર્ટલ લોન્ચ કર્યુ છે. આ પોર્ટલમાં રાજ્યના ઊદ્યોગ એકમોની વિદ્યુત શુલ્ક માફી અરજીઓ ઓનલાઇન મંજૂર કરવામાં આવશે.

ઊર્જા મંત્રી શ્રી સૌરભભાઇ પટેલે આ નવિન પોર્ટલની વિશેષતાઓ સાથેની સંપૂર્ણ વિગતો આપતાં કહ્યું કે, ઓનલાઇન અરજી મંજૂર કરવાના આ પ્રોજેકટ અંતર્ગત તા. ર૧ નવેમ્બરથી સમગ્ર રાજ્યમાં ઊદ્યોગકારો માટે વિદ્યુત શુલ્ક માફી અરજીઓ માટે ઓનલાઇન સુવિધાનો અમલ કરાશે

Friday, 22 November 2019

GUJ CM Inaugurated ‘Revolution In Revenue’ Program organized by the Revenue Dept

Revolution In Revenue’ Program

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતમાં સમગ્ર મહેસૂલી સેવાઓને ઇઝ ઓફ રેવન્યુ સર્વિસીસના ટેકનોલોજી છત્ર તળે કાર્યરત કરવાના ગૌરવશાળી સમારોહમાં સ્પષ્ટ મત વ્યકત કર્યો કે ટેકનોલોજી સાથે વ્યવસ્થા જોડીને ગુજરાતના મહેસૂલ વિભાગે અશકયને શકય બનાવ્યું છે.

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, વહિવટનો મુખ્ય આધાર મહેસૂલ તંત્ર છે. મહેસૂલી પ્રક્રિયા લોકહિત માટે હોય છે. લોકો કાયદાથી ત્રાહિમામ ન થાય પરંતુ કાયદાને માન-સન્માન આપે તેવું સરળીકરણ ટેકનોલોજીયુકત વ્યવસ્થાઓથી લાવવામાં ગુજરાતે દેશનું દિશાદર્શન કર્યુ છે.

મુખ્યમંત્રીશ્રી ગાંધીનગરના મહાત્મા મંદિરમાં આયોજિત ‘મહેસૂલમાં ક્રાંતિ’ માર્ગદર્શક કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી સંબોધન કરી રહ્યા હતા.

GUJ CM Shri Vijaybhai Rupani attended Gandhi Sankalp Yatra Samapan Prog. at Gandhinagar

Sankalp Yatra Samapan Prog

પ્રેરણાથી દેશભરમાં મહાત્મા ગાંધી સંકલ્પ યાત્રા યોજવાનો કાર્યક્રમ બનાવવામાં આવ્યો હતો.

કેન્દ્રિય કૃષિમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ગાંધીના વિચારોને નવી પેઢી સુધી લઇ જવાનો નરેન્દ્રભાઇનો સંકલ્પ રહ્યો છે. ત્યારે શ્રી અમિતભાઇના સંસદિય ક્ષેત્રમાં આયોજીત મહાત્મા ગાંધી સંકલ્પ યાત્રાનું આજે ગાંધી આશ્રમ ખાતે સમાપન થયું હતું. આજનો આ અવસર મારા જીવન માટે એક સૌભાગ્ય જેવો છે.

આ પ્રસંગે ગુજરાત પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું હતું કે, દેશના વિકાસમાં જે  મહાપુરુષોનું યોગદાન રહ્યું છે. એ મહાપુરુષોના વિચારો સમાજ જીવનમાં પ્રસરે અને તેમના મૂલ્યોનું જતન થાય તે ઉદ્દેશ સાથે મહાત્મા ગાંધી જેવા મહાપુરુષોને શ્રદ્ધાંજલિ આપવા ૧૫૦મી જન્મ જયંતિના ભાગરૂપે ગાંધી સંકલ્પ યાત્રા યોજવામાં આવી હતી.

Saturday, 16 November 2019

Inauguration of ‘6th national summit on good & replicable practices & innovations in public healthcare systems in India’

6th national summit on good & replicable practices & innovations

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ​​ગાંધીનગરના મહાત્મા મંદિર સંકુલમાં આરોગ્ય ક્ષેત્રે રાષ્ટ્રીય સમિટનું ઉદ્ઘાટન ભારત સરકારના આરોગ્ય મંત્રી ડો. હર્ષ વર્ધન અને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલની ઉપસ્થિતિમાં કર્યું હતું.

ગુડ એન્ડ રેપ્લીકેબલ પ્રેકટીસીસ એન્ડ ઇનોવેશન ઇન પબ્લીક હેલ્થ સીસ્ટમ વિષયક છઠ્ઠી રાષ્ટ્રિય પરિષદમાં ભારતના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના આરોગ્ય અને પરિવાર કલ્યાણ સચિવ સહિત વરિષ્ઠ અધિકારીઓ આ સમિટના સહભાગી બન્યા છે.

મુખ્યમંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણીએ આ સમિટમાં તેમના પ્રેરણાદાયી વિચારો વ્યકત કરતાં કહ્યું કે ગુજરાતનું સૌભાગ્ય એ છે કે આજે આ સમિટ દ્વારા પૂજ્ય બાપુના સ્વચ્છતા અને આરોગ્યના વિચારને મૂર્તિમંત કરવાની તક મળી છે. આ સમિટમાં આરોગ્ય ક્ષેત્ર સાથે સંકળાયેલા દેશના તમામ રાજ્યોની શ્રેષ્ઠ પ્રથાઓનું પરસ્પર વિનિમય થશે. આ સમિટ વડાપ્રધાનની સંકલ્પના મુજબના સ્વચ્છ, સ્વસ્થ અને સમૃદ્ધ ભારતના નિર્માણમાં ઉપયુકત બનશે.

Thursday, 14 November 2019

GUJ CM Inaugurated ‘8th Ahmedabad National Book Fair’ In Ahmedabad

8th Ahmedabad National Book Fair

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે, પુસ્તકો નિઃસ્વાર્થ ભાવે માનવીના આજીવન મિત્ર બની રહે છે. મિત્રો તો સ્વાર્થી હોઇ શકે પરંતુ પુસ્તક માનવીને હરહંમેશ જીવન જીવવાની નવી પ્રેરણા અને ઉર્જા આપવા સાથે માનવજીવનને ઉર્ધ્વગામી બનાવે છે.

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, આજના સોશિયલ મિડીયા, ઇ-બુક્સ અને ઇન્ટરનેટ-વેબસાઇટના યુગ માં પણ પુસ્તકોનો સાથ ન છૂટવો જોઇએ.

મુખ્યમંત્રીશ્રીએ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે સતત ૮માં વર્ષે આયોજિત અમદાવાદ નેશનલ બુક ફેરનો શુભારંભ કરાવતાં કહ્યું કે, પરમાત્માનું સરનામુ આત્મા અને હ્દય છે તો સંસ્કૃતિનું સરનામુ પુસ્તક છે.

શ્રી વિજયભાઇએ આ પુસ્તક મેળા સાથે પુસ્તક પરબ, કવિ સંમેલનો, સાહિત્ય ગોષ્ઠી જેવા ઉપક્રમોથી  હોલીસ્ટીક લીટરેચર ફેસ્ટિવલનો લાભ શહેરીજનોને મળશે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.

Wednesday, 13 November 2019

Chief Minister laid stone of works Worth Rs.299.44-Crore at Rajkot



મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ રાજકોટ ખાતે રૂ. ૨૯૯.૪૪ કરોડના વિકાસકામોના શ્રીગણેશ કરાવ્યા હતા, અને શહેરીજનોને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી.

આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ શહેરીજનોને અભયવચન આપતાં કહયું હતું કે, પૈસાના અભાવે રાજયના એક પણ વિકાસ કામ અટકશે નહિં.

રાજકોટ ખાતે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ રાજય સરકારની દૂરંદેશિતા પ્રગટ કરતાં જણાવ્યું હતું કે, સરકાર આગામી ૩૦ વર્ષોના આગોતરા આયોજન સાથે કામ કરી રહી છે, જેથી રાજયના નાગરિકોને સુવિધાસભર જીવન આપી શકાય, અને રાજયનો સુખાકારી સૂચકાંક(હેપ્પીનેસ ઇન્ડેકસ) ઉચ્ચતમ શિખરો સર કરી શકે.

Tuesday, 12 November 2019

To Strengthen Relationship with Gujarat, Uzbekistan’s Ambassador Holds Meeting with CM

Uzbekistan’s Ambassador Holds Meeting with GUJ CM

આ સંદર્ભમાં ઉઝબેકિસ્તાનના ભારત સ્થિત રાજદૂત શ્રીયુત ફરહોદ અર્ઝીવે ગાંધીનગરમાં મુખ્યમંત્રીશ્રી સાથે મૂલાકાત – બેઠક યોજીને આ આપસી સમજૂતિ કરારને પ્રગતિની દિશામાં ઝડપભેર આગળ વધારવા ફળદાયી પરામર્શ કર્યો હતો.

મુખ્યમંત્રીશ્રી સાથેની વાતચીતમાં ઉઝબેકિસ્તાન રાજદૂતે જણાવ્યું કે, ગુજરાત ડેલિગેશનના ઉઝબેકિસ્તાન પ્રવાસ દરમ્યાન થયેલા MoU અને બેઠકોની ચર્ચાઓને નક્કર રૂપ આપવાના હેતુથી ઉઝબેકિસ્તાન રાષ્ટ્રપતિ શ્રીયુત શવકત મિરીઝીયોવેવ એ તેમના વિદેશ વેપાર મંત્રી, ઇનોવેશન મંત્રી તથા વિવિધ વિભાગોના ડેપ્યુટી મિનીસ્ટર્સ અને ડેપ્યુટી ગર્વનર્સ તેમજ વેપાર ઊદ્યોગ મંડળના પ્રતિનિધિઓને તાશ્કંદ સ્થિત ભારતીય રાજદૂત સાથે બેઠક કરવા સુચવ્યું હતું.

આ બેઠકમાં ઉઝબેકિસ્તાન – ગુજરાત વચ્ચેના પરસ્પર સંબંધો વધુ સુદ્રઢ કરવા અને થયેલા MoU સાકાર કરવા ત્રણ એકશન પ્લાન ઘડી કાઢવામાં આવ્યા હતા.

Monday, 11 November 2019

GUJ CM Shri Vijaybhai Rupani Launched an online Registration Portal for New MSME Units

online Registration Portal for New MSME Units

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં MSME એકમોને સ્થાપનામાં પારદર્શીતા લાવવાની સંકલ્પબદ્ધતા સાથે ઓનલાઇન રજીસ્ટ્રેશન પોર્ટલ લોંચ કર્યુ છે.

તેમણે આ પોર્ટલમાં આવેલ પ્રથમ અરજી મંજૂરી કરી સ્વીકૃતિ પ્રમાણપત્ર પણ ઇ-મેઇલથી ઇસ્યુ કરીને ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસની નવી પહેલ રાજ્યમાં સાકાર કરી છે.

રાજ્ય સરકારે ગત તારીખ ૩ ઓકટોબરે MSME એકમોને સ્થાપના-સંચાલન માટે રાજ્યના કાયદા-નિયમોની જરૂરી વિવિધ મંજૂરીઓ એપ્રુવલ્લ લેવામાંથી ૩ વર્ષ સુધી મુકિત આપવાનો નિર્ણય કરેલો છે.

તદ્દઅનુસાર, MSME શરૂ કરવા ઇચ્છનાર કોઇપણ લઘુ ઊદ્યોગકાર-ઊદ્યોગ સાહસિક તેને જરૂરી જમીન ખરીદી પણ રાજ્યના કોઇપણ વિભાગની પૂર્વમંજૂરી મેળવ્યા સિવાય કરી શકે છે.

Saturday, 9 November 2019

Guj CM Vijay Rupani Inaugurated The 7th Akhil Bharatiya Rashtriya Shaikshik Mahasangh (ABRSM) at The Ganpat University.

The 7th Akhil Bharatiya Rashtriya Shaikshik Mahasangh (ABRSM)



મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, આપણી માન્યતા, સાંસ્કૃતિક  ધરોહર અને દેશની આવશ્યકતાના આધાર પર પ્રાથમિકથી લઇને ઉચ્ચ શિક્ષા પ્રણાલિથી જ રાષ્ટ્રનિર્માણ માટે સજ્જ થઇ શકાશે.
આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, દેશ હવે બદલાઇ રહ્યો છે અને સમગ્ર વિશ્વમાં ભારતની પ્રતિષ્ઠા વધી રહી છે. આવનારી ચૂનૌતીઓના મૂકાબલા માટે રાષ્ટ્રવાદ રાષ્ટ્રનિર્માણ ભાવ જગાવી આ દેશનું નેતૃત્વ જનજનમાં સામર્થ્ય ઊજાગર કરી રહ્યું છે.

મુખ્યમંત્રીશ્રી અખિલ ભારતીય રાષ્ટ્રિય શૈક્ષિક મહાસંઘના ૭માં ત્રિદિવસીય અધિવેશનનો ગણપત યુનિવર્સિટીમાં પ્રારંભ કરાવતા સંબોધન કરી રહ્યા હતા.

શ્રી વિજયભાઇ રૂપાણીએ શિક્ષા અને સંસ્કાર એકબીજા સાથે જોડાયેલા છે તેનો સ્પષ્ટ ઉલ્લેખ કરતાં કહ્યું કે, શિક્ષા-દિક્ષા આપણી પરંપરા છે. માત્ર શિક્ષિત નહિ, દિક્ષીત પેઢી, રાષ્ટ્રચેતના સભર પેઢી જે દેશ માટે જીવી જાણે દેશ માટે મરી જાણે તેવી પેઢીનું નિર્માણ કરવામાં શૈક્ષિક મહાસંઘના આવા સફળ પ્રયાસો ‘‘રાઇટ જોબ એટ રાઇટ ટાઇમ’’ છે.

Friday, 8 November 2019

GUJ CM Shri Vijaybhai Rupani Attended “Tana Riri Mahotsav – 2019“ at Vadnagar

Tana Riri Mahotsav – 2019

સંગીત બેલડી તાના-રીરીની યાદમાં ઉજવાતા  તાના-રીરી શાસ્ત્રીય સંગીત મહોત્સવ પ્રસંગે ઉપસ્થિત મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે વડનગરના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરવાનું કામ તાના-રીરી મહોત્સવ થકી થઇ રહયું છે. રાજ્ય સરકાર દ્વારા સંગીત ક્ષેત્રમાં શાસ્ત્રીય સંગીતને પ્રાધાન્ય અપાઇ રહ્યું છે. સંગીત વિરાસતને વધુ મજબૂત કરવા માટે સરકાર પ્રતિબદ્ધ છે.

મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ હતું કે વડનગરની કન્યાઓએ સંગીતની સાધનાને આત્મસાત કરી હતી. તાન-સેનના દેહમાં ઉપડેલી દાહને મલ્હાર રાગ ગાઇ સાંત્વના આપી હતી. આવી સંગીત બેલડી તાના-રીરી બહેનોની યાદમાં સરકાર દ્વારા તાના-રીરી મહોત્સવ દર વર્ષે ઉજવાય છે.

GUJ CM Shri Vijaybhai Rupani Dedicated State of The Art, office of The Superintendent of Police, Morbi

State of The Art, office of The Superintendent of Police

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ મોરબી ખાતે રૂ. ૧૨.૭૧ કરોડના ખર્ચે બનેલ નવી જિલ્લા પોલીસ અધિક્ષક કચેરીનું લોકાર્પણ અને રૂ.૭.૫૦ કરોડના ખર્ચે મોરબી જિલ્લા મહિલા દુધ ઉત્પાદક સંઘ (મયુર ડેરી) ના પ્લાન્ટ તથા બિલ્ડીંગનું ખાતમૂર્હુત કર્યા કરતાં જણાવ્યું કે, વાવાઝોડુ સમી ગયુ છે તે ખુશીની વાત છે રાજય સરકાર દરેક વાવાઝોડા વખતે યુદ્ધના ધોરણે અગાઉથી જ રાહત બચાવ કામગીરીની પૂર્વ તૈયારી કરે છે.

આ વખતના સંભવિત મહા વાવાઝોડામાં પણ આપણે સંભવિત વિસ્તારના અસરગ્રસ્તોને સલામત સ્થળે ખસેડી શક્યા હતા. અને  સગર્ભા બહેનોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ કુદરતી આપત્તિમાં એક પણ માનવીનું મૃત્યુ ન થાય તેવો રાજય સરકારનો સંકલ્પ હતો તેમ તેમણે કહ્યું હતું.

Thursday, 7 November 2019

Under ‘Mokla Mane’ Programme, GUJ CM Holds Sensible Dialogues with People of Nomad Castes

Mokla Mane Programme

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યની વિચરતી-વિમૂકત જાતિના પરિવારોને હવે કાયમી-સ્થાયી કરવાની સરકારની પ્રતિબદ્ધતા વ્યકત કરી છે.

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે આઝાદી બાદ વર્ષો સુધી અહિં-તહિં વિચરતા રહેલા છૂટા-છવાયા વસેલા આવા પરિવારોની સ્પેશ્યલ કેર કરીને વિકાસ લાભો પહોચાડી તેમને પણ વિકાસની મુખ્ય ધારામાં લાવવા છે. તેમને પણ સ્ટેબલ થવાની તક આપવી છે.

શ્રી વિજયભાઇ રૂપાણીએ મુખ્યમંત્રી નિવાસસ્થાને ‘મુખ્યમંત્રીશ્રી સાથે મોકળા મને’ સંવાદની શરૂ કરેલી શૃંખલાની ચોથી કડીમાં ગુરૂવારે રાજ્યની વિચરતી – વિમૂકત એવી ૪૦ જ્ઞાતિઓના અદના ગરીબ ગ્રામીણ લોકોને આમંત્ર્યા હતા.        મુખ્યમંત્રીશ્રીએ આ પરિવારો-વ્યકિતઓ સાથે દોઢ કલાક જેટલો સમય વિતાવીને તેમની રજૂઆતો સંવેદનાથી સાંભળી માર્ગદર્શન આપ્યું હતું.

CM Reviewed work-progress made in first phase of Ahmedabad Metro Rail Project

first phase of Ahmedabad Metro Rail Project


મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ અમદાવાદ મહાનગરમાં મેટ્રો રેઇલ પ્રોજેકટના પ્રથમ તબક્કાના કામોની પ્રગતિની સર્વગ્રાહી સમીક્ષા ગાંધીનગરમાં એક ઉચ્ચસ્તરીય બેઠક યોજીને કરી હતી.

મેટ્રો રેઇલના ૪૦.૦૩ કિ.મી.ના આ પ્રથમ તબક્કામાં કુલ ૧ર૭૮૭ કરોડનો ખર્ચ અંદાજવામાં આવેલો છે તેની સંપૂર્ણ વિગતોથી મુખ્યમંત્રીશ્રીને ગુજરાત મેટ્રો રેઇલ કોર્પોરેશનના એમ.ડી. શ્રી એસ. એસ. રાઠૌરે માહિતગાર કર્યા હતા.

શ્રી વિજયભાઇ રૂપાણીએ આ પ્રથમ તબક્કાના કુલ ૪૦.૦૩ કિ.મી.ના રૂટમાં ૬.પ કિ.મી. અંડરગ્રાઉન્ડ લાઇન સહિત ૩ર સ્ટેશન્સ અને ર ડેપો તૈયાર થવાના છે તેની પણ તલસ્પર્શી વિગતો મેળવી હતી.

Wednesday, 6 November 2019

Gujarat Chief Minister Participated in Chhat Puja at Sabarmati Riverfront in Ahmedabad

Chhat Puja 2019

Gujarat Chief Minister Vijay Rupani joined the people of Bihar, Jharkhand, eastern Uttar Pradesh and other states residing here at the Sabarmati Riverfront in Ahmedabad in Chhat Puja, their biggest festival of fasting and feasting after bath in the holy water, to invoke the blessings of the Sun God.

Speaking on the occasion, he said that people from all over the country have made Gujarat their work place and home as they celebrate their festivals with éclat and enthusiasm, contributing to the social milieu and all-round development of the state, reflecting social equanimity. It is the responsibility of the government to ensure their safety and security. Over the years, a large number of Gujaratis also join the people of other states in festivals like Ganesh Utsav or Durga Puja, Rath Yatra or Navratri.