મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ઉઝબેકિસ્તાન પ્રવાસના બીજા દિવસે સમરકંદના ગવર્નર શ્રીયુત Erkinjon Turdimov સાથે બેઠક યોજી હતી.
મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતે ઝિરો બજેટ પ્રાકૃતિક ખેતીને પ્રાધાન્ય આપીને તે ક્ષેત્રે મેળવેલી સિદ્ધિથી શ્રીયુત Erkinjon Turdimovને સુપેરે માહિતગાર કર્યા હતા.
તેમણે આ ઝિરો બજેટ પ્રાકૃતિક ખેતી કેમિકલ ફર્ટીલાઇઝર અને પેસ્ટીસાઇડ્સનો ઉપયોગ ઘટાડી મહત્તમ કુદરતી પદાર્થો અને પદ્ધતિથી થતી હોવાથી આરોગ્યને હાનિકારક જોખમો ઘટાડે છે તેવો સ્પષ્ટ મત દર્શાવ્યો હતો.
સમરકંદના ગવર્નરશ્રી ગુજરાતની આ પ્રાકૃતિક ખેતી પદ્ધતિની સફળતાથી અત્યંત પ્રભાવિત થયા હતા.
0 comments:
Post a Comment