મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ ઉઝબેકિસ્તાનના અંદિજાનમાં ફેડરેશન ઓફ ચેમ્બર્સ ઓફ કોમર્સ ઓફ ઇન્ડિયા – ફિક્કીની વૂમન સબ કમિટીના સત્રમાં ભારતીય મહિલા સાહસિકતાના પ્રતિનિધિરૂપ માતાઓ-બહેનોને સંબોધન કરતા જણાવ્યું કે સમાવેશક આર્થિક વિકાસ માટે મહિલા વ્યવસાયિકો અને ઉદ્યોગ સાહસિકોનું ક્ષમતા નિર્માણ આવશ્યક છે.
શ્રી વિજયભાઈ રૂપાણીએ ફિક્કીની મહિલા પાંખ દ્વારા મહિલા ઉદ્યોગ સાહસિકોના ઉત્કર્ષ માટે કરાઈ રહેલા આ પ્રકારના પ્રોત્સાહક પ્રયાસો માટે આનંદ વ્યક્ત કરતા કહ્યું કે આવી સકારાત્મક સોચ મહિલા સશક્તીકરણના ઉદ્દેશ્યને વેગ આપે છે.
મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે કોઇ પણ સમાજનો વિકાસ, સશક્તિકરણ અને ઉન્નતિ નારીશક્તિના યોગદાન વિના અધૂરો છે અને આ મંત્રને કેન્દ્રમાં રાખી ગુજરાત સરકાર દરેક ક્ષેત્રમાં મહિલા સશક્તિકરણ અને મહિલા સાહસિકતાને પ્રોત્સાહન આપે છે.
0 comments:
Post a Comment