મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે, રાજ્યના યુવાનોમાં રમતગમત પ્રત્યે રસ રૂચિ વધે અને તેની સાથે સાથે રમતનું કૌશલ્ય બહાર આવે તેમજ રાજ્યના યુવાનો રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સિદ્ધિ હાંસલ કરે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. રાજ્યમાં ખેલ મહાકુંભના પગલે ગુજરાતના યુવાનો રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે તેમનું રમત સામર્થ્ય પુરવાર કરી શક્યા છે એમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ આજે અમદાવાદ ખાતે ટાઇમ્સ ઓફ ઇન્ડિયા અને ક્લેરિસ ગ્રુપના ઉપક્રમે યોજાયેલા ટી- ટ્વેન્ટી સ્કૂલ ફૂટબોલ ટુર્નામેન્ટને ખુલ્લી મૂકી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આ ટુર્નામેન્ટમાં યમાંથી ૫૬ જેટલી ટીમો ભાગ લઈ રહી છે.
0 comments:
Post a Comment