વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ રજી ઓકટોબર ગાંધી જ્યંતિએ પૂ. મહાત્મા ગાંધી બાપુના કર્મસ્થળ એવા અમદાવાદ ખાતેથી ‘‘ખુલ્લામાં શૌચમુક્ત ભારત’’ ની જાહેરાત કરી હતી.
સાબરમતી નદી કિનારે રિવરફ્રન્ટ પર પૂજ્ય બાપુની ૧૫૦મી જન્મજયંતિના ઉપલક્ષ્યમાં યોજાયેલ સ્વચ્છ ભારત દિવસની ઉજવણી પ્રસંગે શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું હતું કે, પૂજ્ય મહાત્મા ગાંધી સ્વચ્છતાના આગ્રહી હતા. તેમને મન સ્વચ્છતા જ સર્વસ્વ હતું ત્યારે સ્વચ્છ, સ્વસ્થ્ય, સશક્ત અને સમૃદ્ધ દેશ નિર્માણ કરી ન્યૂ ઇન્ડિયાનું સપનું સાકાર કરીએ.
પૂજ્ય બાપુની ૧૫૦મી જન્મજ્યંતિ ઉજવણીમાં ગુજરાત રાજ્યના ૧૦ હજાર તથા ઉત્તર પ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તિસગઢ, પંજાબ, હરિયાણા સહિત દેશના અન્ય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશના ૧૦ હજાર મળી કુલ ૨૦ હજાર સરપંચો-સ્વચ્છાગ્રહીઓ ઉપસ્થિત રહ્યા હતા.
0 comments:
Post a Comment