મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ઉઝબેકિસ્તાનમાં પ્રથમવાર એન્દીજાન રિજિયનમાં યોજાઈ રહેલા ફર્સ્ટ ઇન્ટરનેશનલ ઇન્વેસ્ટમેન્ટ ફોરમ – ‘ઓપન અંદિજાન’ના પ્રારંભ અવસરે ભારત-ઉઝબેકિસ્તાન – ગુજરાતના સદીઓ જૂના સંબંધોનો સેતુ હવે વર્તમાન સમયમાં સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ સ્વરૂપે વિસ્તર્યો છે તેમ ગૌરવ સહ જણાવ્યું હતું.
આ સંદર્ભમાં તેમણે કહ્યું કે ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની ૨૦૧૫-૧૬માં થયેલી ઉઝબેકિસ્તાન યાત્રા અને ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપ્રમુખની વાયબ્રન્ટ ગુજરાત-૨૦૧૯ પૂર્વેની ભારતયાત્રાથી આ સંબંધોને વધુ નવું બળ અને ઊંચાઈ મળ્યાં છે.
મુખ્યમંત્રીશ્રીએ ઉઝબેકિસ્તાન પ્રવાસનો પ્રારંભ અંદિજાનમાં આયોજિત આ ઇન્ટરનેશનલ ઇન્વેસ્ટમેન્ટ ફોરમમાં ઉપસ્થિતિથી કર્યો હતો.
0 comments:
Post a Comment