Wednesday, 23 October 2019

GUJ CM Shri Vijaybhai Rupani Called On Uzbek President Mr.Shavkat Mirziyoyev


મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ તેમના ઉઝબેકિસ્તાન પ્રવાસના ચોથા દિવસે ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપ્રમુખ શ્રીયુત શવકત મિરઝીયોયેવ (Shavkat Mirziyoyev) સાથે બે કલાક સુધી લંબાણપૂર્વક બેઠક યોજીને ગુજરાત-ઉઝબેકિસ્તાન વચ્ચે વ્યાપાર-ઊદ્યોગના સંબંધો વધુ સુદ્રઢ બનાવવા ફળદાયી પરામર્શ કર્યો હતો.

ઉઝબેકિસ્તાન રાષ્ટ્રપ્રમુખે ભારત સાથેની તેમના દેશની મિત્રતા અને ખાસ કરીને ગુજરાતના વિકાસથી તેમજ વાયબ્રન્ટ સમિટ-ર૦૧૯માં તેમની સહભાગીતાથી તેઓ પ્રભાવિત થયાનો સ્પષ્ટ મત દર્શાવ્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત પ્રતિનિધિમંડળના ઉષ્માભર્યા સત્કાર અને સમગ્ર પ્રવાસ દરમિયાન મળેલ સહયોગ અંગે ઉઝબેકિસ્તાન રાષ્ટ્રપ્રમુખનો આભાર પ્રગટ કર્યો હતો.

Tuesday, 22 October 2019

GUJ CM Shri Vijaybhai Rupani Inaugurated an Exhibition Based on Mahatma Gandhi’s Life and Times


મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ઉઝબેકિસ્તાનની રાજધાની તાશ્કંદમાં મહાત્મા ગાંધી જીવન-કવન પ્રદર્શનનું ઉદ્દઘાટન કર્યુ હતું.

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧પ૦મી જન્મજ્યંતિના ઉપલક્ષ્યમાં ઉઝબેકિસ્તાનમાં ભારતીય રાજદૂતાવાસ દ્વારા આ પ્રદર્શની આયોજિત કરવામાં આવેલી છે.

મુખ્યમંત્રીશ્રીએ આ મહામાનવના જીવન-કવન પરના પ્રદર્શનના ઉદ્દઘાટનની ઉઝબેકિસ્તાનની ધરતી ઉપર મળેલી તકને પોતાના જીવનની ધન્ય ક્ષણ ગણાવી હતી.

GUJ CM Shri Vijaybhai Rupnai Visited Lal Bahadur Shastri School at Tashkent


મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ઉઝબેકિસ્તાન પ્રવાસના તેમના ચોથા દિવસનો પ્રારંભ ઉઝબેકિસ્તાનની રાજધાની તાશ્કંદની સ્વ. લાલબહાદૂર શાસ્ત્રી સ્કૂલની મૂલાકાતથી કર્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ પૂર્વ પ્રધાનમંત્રી સ્વ. લાલબહાદૂર શાસ્ત્રીના નામ સાથે જોડાયેલી આ શાળા પરિસરમાં શાસ્ત્રીજીની પ્રતિમા સમક્ષ પૂષ્પાંજલિ અર્પણ કરી કૃતજ્ઞતા પ્રગટ કરી હતી. તેમણે શાળામાં શાસ્ત્રી મેમોરિયલની પણ મૂલાકાત કરી હતી.

મુખ્યમંત્રીશ્રીએ મેમોરિયલ મૂલાકાત બાદ વિઝીટર બૂકમાં પાઠવેલા સંદેશામાં પૂર્વ પ્રધાનમંત્રી સ્વ. લાલબહાદૂર શાસ્ત્રીને હ્વદયપૂર્વક ભાવભીની અંજલિ આપતાં લખ્યું કે, આવનારી સદીઓ સુધી સ્વ. શાસ્ત્રીજીના અપ્રતિમ જીવન કાર્યોની અનૂભુતિ આપણને આ સ્કૂલ – મેમોરિયલ કરાવતા રહેશે.

Monday, 21 October 2019

GUJ CM Talks to the Uzbek Business Representatives at India-Uzbekistan Business Forum at Bukhara


મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ઉઝબેકિસ્તાન પ્રવાસના ત્રીજા દિવસે બુખારામાં આયોજિત બિઝનેસ ફોરમમાં ગુજરાતના વિકાસ અને વિવિધ ક્ષેત્રોમાં રહેલી વૈશ્વિક રોકાણ સંભાવનાઓ અંગેની ભૂમિકા આપી હતી.

ખાસ કરીને ઓઇલ એન્ડ ગેસ, ટેક્ષ્ટાઈલ અને કપાસ ઉત્પાદનના ક્ષેત્રોમાં બુખારાના ઉદ્યોગ વેપારકારો સાથે  ગુજરાતના સહયોગ અંગે તેમણે વિશદ છણાવટ કરી હતી.

આ બિઝનેસ ફોરમમાં બૂખારાના ગર્વનર શ્રીયુત U’ktam Barnoyev અને ઉઝબેકિસ્તાનના વેપાર-ઊદ્યોગ અગ્રણીઓ પણ સહભાગી થયા હતા.

CM Shri Vijaybhai Rupani had Tete-A-Tete with O’ktam Barnoyev, Governor of Bukhara


મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ઉઝબેકિસ્તાનમાં પ્રવાસના તેમના ત્રીજા દિવસનો પ્રારંભ સમરકંદથી બૂલેટ ટ્રેન મારફત બૂખારા પહોચીને કર્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ બુખારાના ગર્વનર  શ્રીયુત O’ktam barnoyev સાથે મૂલાકાત બેઠક યોજીને સ્માર્ટ સિટીઝ, ઇન્ફરમેશન ટેકનોલોજી અને આઇ.ટી. ઇનેબલ્ડ સર્વિસીઝ ઉપરાંત ટેક્ષટાઇલ, ફાર્માસ્યુટિકલ્સ અને એગ્રો ફૂડ પ્રોસેસીંગ જેવા ક્ષેત્રોમાં ગુજરાત-ઉઝબેકિસ્તાન વચ્ચે પરસ્પર સહયોગની તકો અંગે ચર્ચા વિચારણાઓ કરી હતી.

મુખ્યમંત્રીશ્રીએ બૂખારાના ગર્વનરશ્રીને ગુજરાતની મૂલાકાતે આવવાનું નિમંત્રણ પાઠવ્યું હતું.

Sunday, 20 October 2019

Samarkand Governor to Send Joint Working Group of Biotechnologists and Farmers to Study Gujarat’s Success Story of Natural Farming


મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ઉઝબેકિસ્તાન પ્રવાસના બીજા દિવસે સમરકંદના ગવર્નર શ્રીયુત Erkinjon Turdimov સાથે બેઠક યોજી હતી.

મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતે ઝિરો બજેટ પ્રાકૃતિક ખેતીને પ્રાધાન્ય આપીને તે ક્ષેત્રે મેળવેલી સિદ્ધિથી શ્રીયુત Erkinjon Turdimovને સુપેરે માહિતગાર કર્યા હતા.

તેમણે આ ઝિરો બજેટ પ્રાકૃતિક ખેતી કેમિકલ ફર્ટીલાઇઝર અને પેસ્ટીસાઇડ્સનો ઉપયોગ ઘટાડી મહત્તમ કુદરતી પદાર્થો અને પદ્ધતિથી થતી હોવાથી આરોગ્યને હાનિકારક જોખમો ઘટાડે છે તેવો સ્પષ્ટ મત દર્શાવ્યો હતો.

સમરકંદના ગવર્નરશ્રી ગુજરાતની આ પ્રાકૃતિક ખેતી પદ્ધતિની સફળતાથી અત્યંત પ્રભાવિત થયા હતા.

Gujarat’s Chief Minister Vijay Rupani Visited India Study Centre at Samarkand State University


Gujarat’s high-level delegation, led by Chief Minister Vijay Rupani,on its second day visit to Uzbekistan today held Business2Business (B2B) meetings with its Samarkand-Uzbekistan counterpart in the presence of Samarkand Governor Erkinjon Turdimov.

Mr. Rupani made a powerful presentation on emergence of Gujarat as a Role Model in India’s development, having become a best investment destination for foreign investors in India, particularly in pharmaceuticals, auto parts, agro-processing and textiles. The Governor hosted a lunch in the honour of visiting Gujarat delegation.

Saturday, 19 October 2019

CM Shri Vijaybhai Rupani Addressed Industry Captains at International Investment Forum ‘Open Andijan’ In Uzbekistan


મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ઉઝબેકિસ્તાનમાં પ્રથમવાર એન્દીજાન રિજિયનમાં યોજાઈ રહેલા ફર્સ્ટ ઇન્ટરનેશનલ ઇન્વેસ્ટમેન્ટ ફોરમ – ‘ઓપન અંદિજાન’ના પ્રારંભ અવસરે ભારત-ઉઝબેકિસ્તાન – ગુજરાતના સદીઓ જૂના સંબંધોનો સેતુ હવે વર્તમાન સમયમાં સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ સ્વરૂપે વિસ્તર્યો છે તેમ ગૌરવ સહ જણાવ્યું હતું.

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની ૨૦૧૫-૧૬માં થયેલી ઉઝબેકિસ્તાન યાત્રા અને ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપ્રમુખની વાયબ્રન્ટ ગુજરાત-૨૦૧૯ પૂર્વેની ભારતયાત્રાથી આ સંબંધોને વધુ નવું બળ અને ઊંચાઈ મળ્યાં છે.

મુખ્યમંત્રીશ્રીએ ઉઝબેકિસ્તાન પ્રવાસનો પ્રારંભ અંદિજાનમાં આયોજિત આ ઇન્ટરનેશનલ ઇન્વેસ્ટમેન્ટ ફોરમમાં ઉપસ્થિતિથી કર્યો હતો.

Gujarat CM Vijay Rupani Calls for Women’s Empowerment at FICCI Women’s Wing and Its Uzbekistan Counterpart at Andijan


મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ ઉઝબેકિસ્તાનના અંદિજાનમાં ફેડરેશન ઓફ ચેમ્બર્સ ઓફ કોમર્સ ઓફ ઇન્ડિયા – ફિક્કીની વૂમન સબ કમિટીના સત્રમાં ભારતીય મહિલા સાહસિકતાના પ્રતિનિધિરૂપ માતાઓ-બહેનોને  સંબોધન કરતા જણાવ્યું કે સમાવેશક આર્થિક વિકાસ માટે મહિલા વ્યવસાયિકો અને ઉદ્યોગ સાહસિકોનું ક્ષમતા નિર્માણ આવશ્યક છે.

શ્રી વિજયભાઈ રૂપાણીએ ફિક્કીની મહિલા પાંખ દ્વારા મહિલા ઉદ્યોગ સાહસિકોના ઉત્કર્ષ માટે કરાઈ રહેલા આ પ્રકારના પ્રોત્સાહક પ્રયાસો માટે આનંદ વ્યક્ત કરતા કહ્યું કે આવી સકારાત્મક સોચ મહિલા સશક્તીકરણના ઉદ્દેશ્યને વેગ આપે છે.

મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે કોઇ પણ સમાજનો વિકાસ, સશક્તિકરણ અને ઉન્નતિ નારીશક્તિના યોગદાન વિના અધૂરો છે અને આ મંત્રને કેન્દ્રમાં રાખી ગુજરાત સરકાર દરેક ક્ષેત્રમાં મહિલા  સશક્તિકરણ અને મહિલા સાહસિકતાને પ્રોત્સાહન આપે છે.

GUJ CM Shri Vijaybhai Rupani Unveiled Sardar Vallabhbhai Patel’s Statue at Andijan


મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ઉઝબેકિસ્તાન પ્રવાસના પ્રથમ દિવસે આજે આંદિજાનમાં સરદાર પટેલ સ્ટ્રીટનું નામકરણ અને સરદાર સાહેબની અર્ધપ્રતિમાનું અનાવરણ આંદિજાન પ્રદેશના ગવર્નર શ્રી શુખરત અબ્દુરાહમોનોવની ઉપસ્થિતિમાં કર્યું હતું.

Friday, 18 October 2019

Gujarat CM Dedicated Railway Over Bridge, Housing Project and Town Hall at Surendranagar


Gujarat Chief Minister Vijay Rupani dedicated development works totalling Rs.78.08-crore at Surendranagar, including railway over bridge by Surendranagar-Dudhrej municipality costing Rs.43.48-crore, housing project under RAY costing Rs.27.45-crore and the Deen Dayal Upadhyay Town Hall costing Rs.7.15-crore.

Speaking at a function to mark the digital unveiling of the projects, he said the projects are to provide facilities in habitats, with maximum utilization of minimum resources at Surendranagar-Dudhrej.

He said that works are on to make entire Gujarat free from railway level crossings by building over-bridges or underpasses, where the railway lines are passing through the cities.

Thursday, 17 October 2019

Gujarat CM Dedicated Plasser India Heavy Rail Machinery Plant at Karjan in Vadodara


Gujarat Chief Minister Vijay Rupani dedicated the Plasser India heavy rail machinery state-of-the-art plant at Dethan village in Karjan taluka in Vadadara district today as per Prime Minister Narendra Modi’s concept of ‘Make in India’ policy and make India a 5-trillian dollar economy.

Speaking on the occasion, he stressed the need for alternative environmental-friendly surface transport system, as 20 per cent of air pollution is caused by surface transport. While Vadodara is being developed as railway hub with Bullet train, Railway University, Metro trains and coach manufacturing unit, he said that this Plasser India’s second plant in India will produce over 100 such track-laying and other machinery annually. It should encourage more research and development in the railways.

Monday, 14 October 2019


મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતીમાં ગાંધીનગરમાં ગુજરાત સરકારના ઊદ્યોગ વિભાગ અને જાપાનની AEPPL ઓટોમોટીવ ઇલેકટ્રોનિકસ પાવર પ્રાયવેટ લિમીટેડ વચ્ચે કુલ રૂ. ૪૯૩૦ કરોડના રોકાણથી લિથિયમ બેટરી ઉત્પાદન વિસ્તરણ પ્લાન્ટસ MoU સંપન્ન કરવામાં આવ્યા હતા.

આ MoU પર AEPPLના મેનેજીંગ ડિરેકટર શ્રીયુત ઇસીઝો આયોઆમા- ICHIZO AOYAMA અને ગુજરાત સરકાર ઊદ્યોગ અગ્ર સચિવ તથા મુખ્યમંત્રીશ્રીના અગ્ર સચિવ શ્રી એમ. કે. દાસ વચ્ચે મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતીમાં હસ્તાક્ષર થયા હતા.

AEPPL દ્વારા ગુજરાતના હાંસલપૂર બેચરાજીમાં બે તબક્કે આ અંગેના રોકાણો કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં રૂ. ૧રપ૦ કરોડના ખર્ચે લિથિયમ બેટરી પેક અને મોડયુલ મેન્યૂફેકચરીંગ ફેસેલીટીઝ ર૦ર૦ના અંત સુધીમાં ઊભી કરવા સાથે ૧ હજાર જેટલા સ્થાનિક યુવાઓને પ્રત્યક્ષ-પરોક્ષ રોજગારી મળતી થશે.

Sunday, 13 October 2019

President Kovind visited Shri Mahavir Jain Aradhna Kendra in Koba


ભારતના રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ ગુજરાત મુલાકાતે આવ્યા છે. રાષ્ટ્રપતિશ્રીએ આજે  ગાંધીનગર જિલ્લામાં આવેલા મહાવીર જૈન આરાધના કેન્દ્ર,  કોબા ખાતે આચાર્ય કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિરની મુલાકાત લીધી હતી. આ મુલાકાત પ્રસંગે  રાષ્ટ્રપતિશ્રીના  ધર્મપત્ની, રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી  ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

રાષ્ટ્રપતિ શ્રી કોવિંદ સહિતના મહાનુભાવોએ રાષ્ટ્રીય સંત પૂજ્ય આચાર્યશ્રી પદ્મસાગર સુરેશ્વરજી  મહારાજની મુલાકાત લઇ આશીર્વાદ મેળવ્યા હતા. આ સાથે રાષ્ટ્રપતિ શ્રી કોવિંદે  પૂજ્ય   કૈલાસસાગરસૂરિ  જ્ઞાનમંદિરની મુલાકાત લેવાનો  તેમનો સંકલ્પ પણ પૂર્ણ કર્યો હતો.

Friday, 11 October 2019

GUJ CM Shri Vijaybhai Rupani Inaugurated Times of India-Claris T20 School Soccer Tournament in Ahmedabad


મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે, રાજ્યના યુવાનોમાં રમતગમત પ્રત્યે રસ રૂચિ વધે અને તેની સાથે સાથે રમતનું કૌશલ્ય બહાર આવે તેમજ રાજ્યના યુવાનો રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સિદ્ધિ હાંસલ કરે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. રાજ્યમાં ખેલ મહાકુંભના પગલે  ગુજરાતના યુવાનો રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે તેમનું રમત સામર્થ્ય પુરવાર કરી શક્યા છે એમ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ આજે અમદાવાદ ખાતે ટાઇમ્સ ઓફ ઇન્ડિયા અને ક્લેરિસ ગ્રુપના ઉપક્રમે યોજાયેલા ટી- ટ્વેન્ટી સ્કૂલ ફૂટબોલ ટુર્નામેન્ટને ખુલ્લી મૂકી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આ ટુર્નામેન્ટમાં યમાંથી ૫૬ જેટલી ટીમો ભાગ લઈ રહી  છે.

Thursday, 10 October 2019

GUJ Cm Shri Vijaybhai Rupani Commenced 5th Edition of State-Wide Sevasetu Program at Antela of Dahod District


મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યવ્યાપી ‘સેવા સેતુ’ કાર્યક્રમનો વનબંધુ વિસ્તાર દાહોદના ગ્રામીણ ક્ષેત્ર અંતેલાથી પ્રારંભ કરાવતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, સેવા સેતુનો આ ઉપક્રમ સામાન્ય-નાના માણસ માટે મોટો કાર્યક્રમ બની ગયો છે.

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, ગરીબ, વંચિત, પીડિત, દલિત, ગ્રામીણ, ખેડૂત જેવા સાવ સામાન્ય વર્ગોને પોતાના નાના-નાના કામો માટે વતન-ગામથી દૂર સરકારી કચેરીઓમાં ધક્કા ન ખાવા પડે તેવા સંવેદનશીલ અભિગમથી આ સેવા સેતુ દ્વારા સરકાર સ્વયં પ્રજાને દ્વાર આવી છે.

શ્રી વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે, સેવા સેતુના અત્યાર સુધીમાં રાજ્યમાં જે ચાર તબક્કાઓ યોજવામાં આવ્યા છે તેને પ્રચંડ સફળતા મળી છે.

Tuesday, 8 October 2019

GUJ CM Shri Vijaybhai Rupani Dedicated various Development at Rajkot


રાજકોટ ખાતે વિકાસના વિવિધ કામોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કર્યું હતું. સામાન્ય નાગરિક માટે ‘‘ઘરનું ઘર’’ એ જીવનનો હાશકારો છે. આજે આવાસ મેળવનારા બડભાગી લાભાર્થીઓના જીવનમાં આજનો દિવસ સીમાચિન્હ પુરવાર થશે.

Monday, 7 October 2019

GUJ CM Shri Vijaybhai Rupani Inaugurated New State Management Center at Gandhinagar

New State Management Center at Gandhinagar

મહિલા અને બાળ વિકાસની વિવિધ યોજનાઓ, સેવાઓ, અન્ય કામગીરી તેમજ પ્રગતિ ઉપર દેખરેખ રાખવાના હેતુથી મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે મહિલા અને બાળ વિકાસ કમિશનરની કચેરી, બ્લોક-૨૦, ડૉ. જીવરાજ મહેતા, ગાંધીનગર ખાતે ‘સ્ટેટ મેનેજમેન્ટ સેન્ટર’નો શુભારંભ કરવામાં આવ્યો હતો.

આ નવિન સન્ટરમાં આંગણવાડી કાર્યકર, તેડાગરની દૈનિક હાજરી તેમજ મુખ્ય સેવિકાની દૈનિક હાજરી ઉપર દેખરેખ રાખશે. આ સેન્ટર થકી ICDS-CASના અમલીકરણ માટે વધુ સરળતા રહેશે. આંગણવાડીમાં લાભાર્થીઓની દૈનિક હાજરીનું તેમજ સેજા, ઘટક અને જિલ્લાની કામગીરીનું ICDS-CAS દ્વારા  મોનીટરીંગ કરવામાં આવશે. સ્ટેટ મેનેજમેન્ટ સેન્ટરમાં એક વોલ તૈયાર કરવામાં આવશે જેમાં જિલ્લા, ઘટક, સેજા અને આંગણવાડી મુજબ કામગીરી પર દેખરેખ રાખી શકાશે.

GUJ CM Shri Vijaybhai Rupani released Dipotsavi issue published by Information Dept.

GUJ CM Shri Vijaybhai Rupani released Dipotsavi issue

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાત દીપોત્સવી અંક વિક્રમ સંવત ૨૦૭પનું આજે વિમોચન કરતાં જણાવ્યું હતું કે, અજ્ઞાન અને દૂરાચારના અંધકારને જ્ઞાન અને સદાચારની, દીપજ્યોતથી પ્રકાશિત કરવાનો તહેવાર એટલે દીપોત્સવ. ઉત્સવો અને પર્વો વૈવિધ્યસભર જીવનનું નવઉન્મેષ છે. પ્રકાશનું એક નાનકડું કિરણ ઘોર અંધકારને ભેદવા માટે પૂરતું છે એમ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, તહેવારો આપણી સાંસ્કૃતિક વિરાસતની ધરોહર છે, પર્વો એકધારા, જીવનમાં નવો ઉત્સાહ અને નવી પ્રેરણા સાથે સામૂહિક ઉજવણીથી નવી તાજગીસભર ચેતનાથી જીવન ભરી દે છે. ભૂતકાળની ભુલોમાંથી શીખીને આવનારા નૂતન વર્ષે નવા સંકલ્પો સાથે ઉજવણી કરવાનો દીપોત્સવ અદકેરો ઉત્સવ છે.

Sunday, 6 October 2019

GUJ CM Shri Vijaybhai Rupani Inaugurated Himalaya Cancer Hospital at Vadal, Junagadh

Himalaya Cancer Hospital at Vadal, Junagadh

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્ય સરકારના સંવેદના સ્પર્શી જનઆરોગ્યના નિર્ણયોની ફળશ્રુતિ જણાવતા કહ્યુ કે, ભારત આયુષ્માન પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના અને મા અમૃતમ્-વાત્સલ્ય યોજનાને સંયોજિત કરી રાજ્યના ૭૦ લાખ પરિવારોને પ્રાથમિક તબક્કાએ આરોગ્ય કવચથી રક્ષિત કરવાની દિશામા સરકાર આગળ વધી રહી છે.

જુનાગઢના વડાલમા વતન પ્રેમી કોરાટ તબીબ દંપતિ દ્વારા સેવાભાવથી નિર્મિત હિમાલયા કેન્સર હોસ્પીટલનુ ઉદ્ઘાટન કરતા મુખ્યમંત્રીશ્રીએ કહયુ કે, છેવાડાની મોટી હોસ્પીટલોને આરોગ્ય યોજનાઓમા રજીસ્ટરર્ડ કરીને ગરીબોથી માંડીને વંચિતો એમ તમામ નાગરિકોનુ તંદુરસ્ત આરોગ્ય જળવાય તેવી સરકારની નેમ છે.

Wednesday, 2 October 2019

PM Shri Narendramodi Attended Swachh Bharat Diwas Program to Mark Gandhiat150 at Sabarmati Riverfront

Swachh Bharat Diwas Program to Mark Gandhiat150


વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ રજી ઓકટોબર ગાંધી જ્યંતિએ પૂ. મહાત્મા ગાંધી બાપુના કર્મસ્થળ એવા અમદાવાદ ખાતેથી ‘‘ખુલ્લામાં શૌચમુક્ત ભારત’’ ની જાહેરાત કરી હતી.

સાબરમતી નદી કિનારે રિવરફ્રન્ટ પર પૂજ્ય બાપુની ૧૫૦મી જન્મજયંતિના ઉપલક્ષ્યમાં યોજાયેલ સ્વચ્છ ભારત દિવસની ઉજવણી પ્રસંગે શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું હતું કે, પૂજ્ય મહાત્મા ગાંધી સ્વચ્છતાના આગ્રહી હતા. તેમને મન સ્વચ્છતા જ સર્વસ્વ હતું ત્યારે સ્વચ્છ, સ્વસ્થ્ય, સશક્ત અને સમૃદ્ધ દેશ નિર્માણ કરી ન્યૂ ઇન્ડિયાનું સપનું સાકાર કરીએ.

પૂજ્ય બાપુની ૧૫૦મી જન્મજ્યંતિ ઉજવણીમાં ગુજરાત રાજ્યના ૧૦ હજાર તથા ઉત્તર પ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તિસગઢ, પંજાબ, હરિયાણા સહિત દેશના અન્ય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશના ૧૦ હજાર મળી કુલ ૨૦ હજાર સરપંચો-સ્વચ્છાગ્રહીઓ ઉપસ્થિત રહ્યા હતા.

PM Shri Narendra Modi paid tributes to beloved Bapu! On Gandhi Jayanti at Sabarmati Aashram

Gandhi Jayanti at Sabarmati Aashram

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧૫૦ મી જન્મજયંતિ નિમિત્તે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગાંધી આશ્રમની મુલાકાત લઇ પૂ.બાપુની પ્રતિમાને સુતરની આંટી અને પુષ્પાજંલિ અર્પી ભાવાંજલિ અર્પી હતી. રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ પણ આ અવસરે પૂજ્ય બાપુને ભાવાંજલિ આપી હતી.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આશ્રમ સ્થિત મગન નિવાસ તેમજ હદયકુંજની મુલાકાત લીઘી હતી. આ અવસરે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ પૂજય બાપુના જીવનને આવરી લેતા “મારું જીવન એ જ મારો સંદેશ ” પુસ્તકનું વિમોચન કર્યું હતું.

CM offered ‘Shramdam’ Under ‘Swachhata Hi Sewa’ Campaign at Porbandar

‘Shramdam’ Under ‘Swachhata Hi Sewa’ Campaign


પોરબંદર તા. ૨ ઓક્ટોબર.- પૂજ્ય મહાત્મા ગાંધીજીની ૧૫૧ મી જન્મ જયંતિ નિમિત્તે પોરબંદર ખાતે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ કીર્તિમંદિર ખાતે પૂજ્ય બાપુને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ ચોપાટી ખાતે ‘સ્વચ્છતા હી સેવા’ અંતર્ગત બાપુના આ ઉત્તમ વિચારને પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર દેશમાં સ્વચ્છતા અભિયાન રૂપે ચલાવી દેશને નવી દિશા અપાવી છે જે અંતર્ગત મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ પોરબંદર ચોપાટી ખાતે શ્રમદાન કરી પોરબંદર અને સમગ્ર ગુજરાતને સ્વચ્છતાનો સંદેશ પાઠવ્યો છે.