Tuesday, 2 July 2019

State Budget for 2019-20 is Presented as ‘Focused Budget’

State Budget for 2019-20

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ વિધાનસભામાં નાણામંત્રી-નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે રજૂ કરેલા ર૦૧૯-ર૦ના વર્ષના બજેટને આધુનિક ગુજરાતના નિર્માણનું દિશાદર્શન કરનારૂં ફોકસડ્ બજેટ ગણાવ્યું છે.
આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, આજે વિશ્વમાં સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટની ચર્ચા થાય છે ત્યારે સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ -સાતત્યપૂર્ણ વિકાસ વાળા સ્ટેટ તરીકે ગુજરાત દેશમાં જ નહિં, વિશ્વમાં મોડેલ બને તેવા આધાર સાથે આ બજેટ રજૂ થયું છે.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, ગુજરાત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇના નેતૃત્વ અને માર્ગદર્શનથી અવિરત વિકાસ કરતું રહ્યું છે અને વિકાસમાં નંબર વન સ્ટેટ છે હવે આપણે સમયની સાથે કદમ મિલાવીને ચાલનારા સસ્ટેઇનેબલ ડેવલપડ ગુજરાતનું મોડેલ પ્રસ્થાપિત કરવું છે.

શ્રી વિજયભાઇ રૂપાણીએ બજેટ અંગેની પ્રતિક્રિયા આપતાં સ્પષ્ટપણે કહ્યું કે હવે એ સ્ટેજ પર ગુજરાત છે કે વોટર મેનેજમેન્ટ, ગ્રીન એન્ડ કલીન એનર્જી, સૌર ઊર્જા, પર્યાવરણ, કિસાનો, યુવાનોને રોજગાર, કૃષિ વિકાસ સૌને વિશ્વ સમકક્ષ વિકાસના સમયાનુકુલ અવસરોથી ગુજરાતનો વિકાસ ઓર નવી ઊંચાઇઓએ પહોચાડવો છે તેની પ્રતિબધ્ધતા આ બજેટમાં વ્યકત થઇ છે.

Related Posts:

  • State Budget for 2019-20 is Presented as ‘Focused Budget’ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ વિધાનસભામાં નાણામંત્રી-નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે રજૂ કરેલા ર૦૧૯-ર૦ના વર્ષના બજેટને આધુનિક ગુજરાતના નિર્માણનું દિશાદર્શન કરનારૂં ફોકસડ્ બજેટ ગણાવ્યું છે. આ સંદર્ભમાં તેમણે કહ્ય… Read More

0 comments:

Post a Comment