મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ દેશમાંથી બ્લેક ઇકોનોમી ખતમ થાય અને વ્હાઇટ ઇકોનોમીને પ્રોત્સાહન મળે તે માટે પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વમાં લેવાઇ રહેલા નયા ભારત નિર્માણના નવા પગલાંઓમાં ઇન્કમટેક્ષ વિભાગની અહમ ભૂમિકા રહેશે તેવો સ્પષ્ટ મત વ્યક્ત કર્યો છે.
આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, ભારત પાંચ ટ્રીલીયન ડોલરની આર્થિક મહાસત્તા બને તે માટે હરેક નાગરિકે ઇમાનદારીથી કરવેરાઓ થકી યોગદાન આપવાનું વાતાવરણ બનાવવું આવશ્યક છે. મુખ્યમંત્રીશ્રી અમદાવાદમાં ગુજરાત ઇન્કમટેક્ષ દ્વારા ૧૫૯માં ઇન્કમટેક્ષ ડે ના ઉજવણી સમારોહમાં સંબોધન કરી રહ્યા હતા.
તેમણે આ અવસરે પ્રમાણિકતાથી વેરો ભરનારા વરિષ્ઠ કરદાતાઓ સહિત શ્રેષ્ઠ પ્રદાન કરનારા ઇન્કમટેક્ષ કર્મયોગીઓના સન્માન કર્યા હતા. વિવિધ સ્પર્ધાઓના વિજેતાઓને પુરસ્કૃત કરવા સાથે મુખ્યમંત્રીશ્રીએ ઇ-કરદાતા અભિયાન અને યુવા સ્ટાર્ટઅપ માટેના ફેલીસીટેશન કેન્દ્રનો પણ પ્રારંભ કરાવ્યો હતો.
ગુજરાતીમાં તાજા સમાચાર વાંચો: અમદાવાદ ખાતે ૧૫૯ માં આવકવેરા દિવસની ઉજવણીમાં સહભાગી થતા મુખ્યમંત્રીશ્રી
0 comments:
Post a Comment