મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગીર ફોરેસ્ટમાં સિંહ દર્શન માટે વિશ્વ પ્રવાસીઓને આકર્ષવા વર્લ્ડ કલાસ ઇન્ફ્રાસ્ટ્રકચર, વન્ય પ્રાણીસૃષ્ટિ, વન્ય સંપદા અને ઇકોટૂરિઝમનું બેલેન્સ જાળવીને વિકસાવવાનું પ્રેરક સૂચન કર્યુ છે.
આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, ગુજરાતની આગવી ઓળખ એશિયાટીક લાયનને જોવા વિશ્વભરના પ્રવાસીઓ વ્યાપક સંખ્યામાં આવે તેવી સુવિધાઓ વિકસાવવી જરૂરી છે.
મુખ્યમંત્રીશ્રી ગાંધીનગરમાં યોજાયેલી સ્ટેટ બોર્ડ ફોર વાઇલ્ડ લાઇફની ૧પમી બેઠકના અધ્યક્ષસ્થાનેથી સંબોધન કરી રહ્યા હતા.
વનમંત્રી શ્રી ગણપતસિંહ વસાવા, મુખ્ય સચિવ શ્રી ડૉ. જે. એન. સિંહ, વન-પર્યાવરણ અધિક મુખ્ય સચિવ શ્રી ડૉ. રાજીવકુમાર ગુપ્તા, પોલીસ મહાનિદેશક શ્રી શિવાનંદ જ્હા સહિત વરિષ્ઠ વન અધિકારીઓ અને બોર્ડના માનદ સભ્યો આ બેઠકમાં જોડાયા હતા.
0 comments:
Post a Comment