મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ કેન્દ્રની નવી સરકાર નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૧૯ બનાવવા જઇ રહી છે, તેને નયા ભારતના નિર્માણના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇના સંકલ્પના પાયારૂપ ગણાવી છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, આપણી યુવાશક્તિ રાષ્ટ્રની એસેટ છે, તેનો રાષ્ટ્ર નિર્માણ અને ભારતમાતાને વિશ્વગુરૂ બનાવવામાં વિનિયોગ કરવા, આ નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિ સક્ષમ માધ્યમ બનવાની છે.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, ૧૯૮૬ પછી પહેલીવાર કેન્દ્રની નવી સરકારે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિ અને તે પણ સર્વગ્રાહી પહેલુઓને બારીકાઇથી આવરી લઇને ઘડવાની પહેલ કરી છે.
મુખ્યમંત્રીશ્રી ગાંધીનગરમાં રાષ્ટ્રીય શિક્ષણનીતિ-૨૦૧૯ના ગઠન હેતુ કેન્દ્ર સરકારે રાજ્યોના મંગાવેલા સૂઝાવ માટે યોજાયેલી શિક્ષણ વિભાગની જૂથ ચર્ચામાં સંબોધન કરી રહ્યા હતા.
ગુજરાતીમાં તાજા સમાચાર વાંચો: નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૧૯ પ્રધાનમંત્રીશ્રીના નયાભારતના નિર્માણ સંકલ્પમાં પાયારૂપ બનશે – મુખ્યમંત્રીશ્રી
0 comments:
Post a Comment