મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ૧૪મી ગુજરાત વિધાનસભાના ચોથા સત્રની કામગીરી નિહાળવા બુધવારે વિધાનગૃહની મૂલાકાતે આવેલી ૧૦૦૦ જેટલી નારીશકિત-ભગિની શકિત-વિદ્યાર્થીની બહેનો સાથે સીધો સંવાદ સાધી સી.એમ કોમન મેનનું આગવું દ્રષ્ટાંત પુરૂં પાડયું છે.
રાજકોટ શહેર-ગ્રામ્ય, જામનગર અને અમરેલી જિલ્લાની વિવિધ સંસ્થાઓની બહેનો તેમજ અમરેલીની બી.બી.એ. કોલેજની વિદ્યાર્થીનીઓ વિધાનસભા જોવા ગાંધીનગરના પ્રવાસે આવેલી હતી.
મુખ્યમંત્રીશ્રીએ વિધાનસભા પોડિયમમાં આ નારી-ભગિની શકિત સાથે સંવાદ સાધતા કહ્યું કે, ગુજરાતમાં મહિલા-બાળકલ્યાણ તેમજ કન્યા શિક્ષણ માટે રાજ્યના બજેટમાં વિશેષ પ્રાવધાન કરી ‘‘વ્હાલી દિકરી’’ જેવી કલ્યાણ યોજનાઓ શરૂ કરી છે.
તેમણે ઉમેર્યુ કે, બેટી બચાવો – બેટી વધાવો સાથે બેટી પઢાઓનો ધ્યેય સાકાર કરવા દિકરીઓ માટે શિક્ષણની અદ્યતન સુવિધાઓ ઉભી કરી છે.
0 comments:
Post a Comment