મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ૨૦મા કારગિલ વિજય દિવસ અવસરે અમદાવાદમાં સેનાના ગોલ્ડન કટાર ડિવિઝનના સેનામથકે શહીદ સ્મારક ખાતે વીર સેનાનીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી કૃતજ્ઞતા પ્રગટ કરી હતી.
મુખ્યમંત્રીશ્રીએ ૧૯૯૯ના કારગિલ યુદ્ધના ભવ્ય વિજયને વધાવતા સ્પષ્ટપણે જણાવ્યું કે આ વિજય સહિત ભારતે દુશ્મન દેશ સાથેના તમામ યુદ્ધમાં શૌર્ય-વીરતા અને પરાક્રમથી વિજય પ્રાપ્ત કર્યો છે, જેનાથી દેશ આખો ગૌરવાન્વિત છે.
મુખ્યમંત્રીશ્રીએ ભારતીય સેનાના વીર જવાનોની શહાદતને નમન કરતા રાજ્યના સૌ નાગરિક ભાઈ-બહેનોને દેશહિત સર્વોપરીનો ભાવ જગાવી ‘દેશ માટે જીવવું – દેશ માટે મરવું’નો શૌર્યસભર કોલ આપ્યો હતો.
તેમણે આ સંદર્ભમાં “હમ દિન ચાર રહે ન રહે, માં તેરા વૈભવ અમર રહે…”ની પંક્તિઓ પણ દોહરાવી હતી.
ગુજરાતીમાં તાજા સમાચાર વાંચો: મુખ્યમંત્રીશ્રીએ અમદાવાદના સેના કેમ્પસમાં શહીદ સ્મારક ખાતે શહીદ વીરોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
0 comments:
Post a Comment