મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને સતત ત્રીજી વાર ભગવાન જગન્નાથની રથયાત્રાની પહિન્દ વિધિ કરી ભગવાન જગન્નાથજીને નગર યાત્રાએ પ્રસ્થાન કરાવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે.
નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ પણ આ વિધિમાં ભક્તિ ભાવપૂર્વક સહભાગી થયા હતા.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઈએ અષાઢી બીજે પરંપરાગત યોજાતી રથયાત્રાને આ વર્ષે ભગવાનના રથની સોનાની સાવરણીથી સેવા સફાઈ કરી અમદાવાદ મહાનગરમાં લાખો ભક્તો શ્રદ્ધાળુઓના જય રણછોડ માખણ ચોરના જયઘોષ સાથે નગર યાત્રાએ જવા વિદાય આપી હતી.
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે ભગવાન જગન્નાથ આજે સામે ચાલીને ભક્તોને દર્શન આપવા દિવસભર નગરયાત્રા કરીને સાંજે નિજ મંદિર પરત આવશે. તેમણે જગન્નાથજીની કૃપા સમગ્ર ગુજરાત અને સમાજજીવન પર વરસતી રહે સુખ-સમૃદ્ધિ સલામતી અને પ્રગતિ થતી રહે તેવી કૃપા વાંછના કરી હતી.
0 comments:
Post a Comment